મોદી સરકારે માન્યુ, નોટબંદીએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા

બુધવાર, 21 નવેમ્બર 2018 (14:49 IST)
ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવાની પોલ તેમના જ કૃષિ મંત્રાલયે ખોલી નાખી છે. મંત્રાલયે કહ્યુ છે કે નોટબંદી પછી થયેલ રોકડની પરેશાનીએ લાખો ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. આ રિપોર્ટ જે સમયે આવ્યો છે તેનાથી ભાજપાની મુશ્કેલી વધવી નક્કી છે. 
 
ઉલ્લેખનીય છે કે નાણાકીય મંત્રાલય સાથે જોડાયેલ સંસદની એક સ્થાયી સમિતિની બેઠકમાં કૃષિ મંત્રાલયે માન્યુ છે કે રોકડની કમીને કારણે દેશના લાખો ખેડૂત રવી પાક સીઝન માટે ખાતર અને બીજ ન ખરીદી શક્યા. તેમ છતા ખેડૂતો પર નોટબંધીના નિર્ણયની ખરાબ અસર પડી હતી. 
 
કૃષિ મંત્રાલયે નોટબંદીની અસર પર સંસદીય સમિતિને એક રિપોર્ટ સોંપી છે. રિપોર્ટ મુજબ મંત્રાલયે સમિતિને જણાવ્યુ કે જે સમયે નોટબંદી લાગૂ થઈ હતી એ સમયે ખેડૂત કા તો પોતાનો રોકડ પાકની પૈદાવાર વેચી રહ્યો હતો કે પછી રવિ પાકને વાવી રહ્યો હતો.  આ એવો સમય હોય છે જ્યારે ખેડૂતોને રોકડની ખૂબ જરૂર હોય છે. આવા સમયે રોકડની પરેશાની તેમની મુશ્કેલીને અનેક ગણી વધારી દીધી. એટલુ જ નહી આગામી પાક માટે તેઓ બ ઈજ અને ખાતર ન ખરીદી શક્યા. 
 
મંત્રાલયે પોતાની રિપોર્ટના પક્ષમાં તર્ક આપ્યુ કે કેશની પરેશાનીને કારણે રાષ્ટ્રીય બીજ નિગમના લગભગ 1 લાખ 38 હજાર ઘઉના બીજ વેચાય શક્યા નહોતા.  જો કે પછી સરકારે બીજ ખરીદવા માટે જૂની નોટો (1000, 500)ના ઉઅપ્યોગની છૂટ આપી હતી. પણ તેમ છતા બીજના વેચાણમાં કોઈ ખાસ વધારો થયો નહી. 
 
રાહુલને મળી ગયુ વધુ એક હથિયાર - રાફેલ ડીલ, જીએસટી અને નોટબંદીને લઈને  સરકારને સતત ઘેરનારા રાહુલ ગાંધીને વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર પર હુમલો કરવા માટે એક વધુ હથિયાર મળી ગયુ છે.  ગાંધી રાફેલ મામલે નરેન્દ્ર મોદી પર ચોકીદાર ચોર છે બોલીને સતત હુમલા કરી રહ્યા છે. આ ખુલાસો એવા સમયે થયો જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. તેમાથી ત્રણમાં ભાજપાની સરકાર છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ રિપોર્ટ પછી ભાજપાની મુશ્કેલી વધી શકે છે. 
 
મોદીએ નોટબંદીને યોગ્ય ગણાવી - બીજી બાજુ નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યુ કે દેશમાંથી ભ્રષ્ટાચારની ઉઘઈને સાફ કરવા અને બેકિંગ સિસ્ટમમાં પૈસા પરત લાવવા માટે નોટબંદી જેવી કડવી દવાનો ઉપયોગ કરવો જરૂરી હતો. તેમને કહ્યુ કે જ્યારે ઉઘઈ લાગી જાય છે તો સૌથી વધુ ઝેરીલી દવા નાખવી પડે છે.  કોંગ્રેસના રાજથી એવો ભ્રષ્ટાચાર ફેલાયો કે મને નોટબંદી જેવી કડવી દવાનો ઉપયોગ કરવો પડ્યો. જેથી ગરીબોને લૂટીને લઈ જવામાં આવેલ પૈસો દેશના ખજાનામાં પરત આવી જાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર