ભારત-ચીન વેપાર ખોટને પુરી કરવા માટે બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે. કેન્દ્રીય કોમર્સ અંને ઈંડસ્ટ્રી મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે ચીન સરકાર ભારત સાથે પોતાની નિકાસ વધારવા તૈયાર થયુ છે. કૉન્ફેડરેશન ઓફ ઈંડિયન ઈડસ્ત્રી (સીઆઈઆઈ) ના મંચ પરથી પ્રભુએ દાવો કર્યો કે વર્તમાન વૈશ્વિક પડકારે ભારતને પોતાની નિકાસ વધારવાની સોનેરી તક આપી છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ભારત ગંભીર વેપાર ખોટની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. વેપાર ખોટ મતલબ કોઈ દેશની આયાત અને નિકાસમાં અંતર. જો કોઈ દેશ પોતાની જરૂરિયાતના ઉત્પાદને વૈશ્વિક બજારમાંથી ખરીદે છે પણ એટલી જ કિમંતની નિકાસ દુનિયાને નથી કરતુ તો તે વેપારમાં ખોટનો શિકાર બને છે. આ વેપાર ખોટનુ નુકશાન દેશની અર્થવ્યવસ્થાને ઉઠાવવુ પડે છે.