Chandrayaan-3 Mission ચાંદના દીદાર માટે વધુ નિકટ પહોચ્યુ ચંદ્રયાન, ક્યારે અને ક્યા ઉતરશે ... જાણો ડિટેલ્સ

Webdunia
સોમવાર, 14 ઑગસ્ટ 2023 (12:54 IST)
Chandrayaan-3 Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ કહ્યુ કે ભારતનુ ત્રીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સોમવારે 14 ઓગસ્ટના રોજ ચંદ્રમાની ખૂબ નિકટ પહોચી રહ્યુ છે.  ઈસરો આજે 11.30 થી 12:30 વચ્ચે ત્રીજી વખત ચંદ્રયાન 3 ની ઓર્બિટ ઘટાડશે અને ચંદ્રયાન ચંદ્રમાની ખૂબ  નિકટ પહોચી જશે. હાલ ચંદ્રયાન ચંદ્રમાની 174 Km x 1437 Km ની ઓર્બિટમાં છે. એટલે કે ચંદ્રયાન-3 ચંદ્રમાની એવી અંડાકાર કક્ષામા ફરી રહ્યુ છે જેમા તેની ચદ્રથી ખૂબ ઓછુ અંતર 174 Km અને સૌથી વધુ અંતર 1437 Km છે. 

<

Chandrayaan-3 Mission:

The orbit-raising maneuver (Earth-bound perigee firing) is performed successfully from ISTRAC/ISRO, Bengaluru.

The spacecraft is expected to attain an orbit of 127609 km x 236 km. The achieved orbit will be confirmed after the observations.

The next… pic.twitter.com/LYb4XBMaU3

— ISRO (@isro) July 25, 2023 >
 
નવ ઓગસ્ટના રોજ ઓર્બિટ ઘટાડી હતી 
નવ ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 ની ઓર્બિટ ઘટાડવામાં આવી હતી. બીજી બાજુ 6 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે પહેલીવાર ચંદ્રયાનની ઓર્બિટ ઘટાડવામાં આવી હતી.  ત્યારે તે ચંદ્રમાની 170 Km x 4313 Km ની ઓર્બિટમાં આવ્યુ હતુ. ઓર્બિટ ઘટાડવા માટે ચંદ્રયાનના એંજિનને થોડીવાર ચાલુ કર્યા હતા. ચંદ્રયાન જ્યારે પહેલીવાર ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ભ્રમણકક્ષા 164 કિમી x 18,074 કિમી હતી. ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે, તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
 
ISRO એ જણાવ્યુ છે કે એકવાર જરૂરી યુદ્ધાભ્યાસ પુર્ણ થતા ચંદ્માના દક્ષિણી ધ્રુવ ની પાસે એક સટીક લૈંડિંગ સ્થાનને પસંદ કરવામાં આવશે.  ત્યારબાદ જ્યારે લૈંડર કક્ષામાં હશે તો પ્રણોદન મૉડ્યૂલ તેનાથી જુદુ થઈ જશે અને લૈંડર કક્ષાથી નીચે ઉતરશે અને ધીરેથી ચંદ્રમાના દક્ષિણી  ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરશે. 

સંબંધિત સમાચાર

Next Article