CBSE Board Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે એટલે કે 13મી મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. જેઓ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેઠા હતા, તેઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ CBSE ધોરણ 12 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ - cbseresults.nic.in અને cbse.gov.in - અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.
આ વર્ષે CBSE ધોરણ 12 ની પાસ ટકાવારી 87.98 ટકા છે જે ગયા વર્ષના 87.33% કરતા 0.65 ટકા વધુ છે. જાહેર થયેલા પરિણામ મુજબ, 24,000 થી વધુ ઉમેદવારોએ 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે અને 1.16 લાખથી વધુ ઉમેદવારોએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.