રતલામ-ઝાબુઆ લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ કહ્યુ, જે વ્યક્તિની બે પત્નીઓ છે તેને બે લાખ વાર્ષિત આપવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્રમાં બધી મહિલાઓન ખાતામાં એક એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે.
મહિલા મોરચા અધ્યક્ષ બોલી - સોનિયા-પ્રિયંકા આમને સલાહ આપે.
બીજેપી મહિલા મોરચાની પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માયા નરોલિયાએ કહ્યુ - સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના નેતાઓને સલાહ આપે છે કે આવા શબ્દોનો પ્રયોગ ન કરશો. કોંગ્રેસના જવાબદાર નેતા અવાર નવાર મહિલાઓ માટે અમર્યાદિત ભાષા બોલી રહ્યા છે. માયાએ કહ્યુ - અમે ભૂરિયાના ઘોર અમાર્યાદિત નિવેદનનો વિરોધ કરીએ છીએ. સમગ્ર માતૃશક્તિ મેદાનમાં ઉતરીને બદલો લેશે. જીતુ પટવારીએ અગાઉના દિવસોમાં ઈમરતી દેવી વિરુદ્ધ જે અમાર્યાદિત શબ્દનો પ્રયોગ કર્યો તેનો પુરજોર વિરોધ થયો હતો.
ભાજપા પર આદિવાસી સમાજના અપમાનનો આરોપ
પૂર્વ મંત્રી ભૂરિયાએ કહ્યું, 'ભાજપના લોકો મુંગેરીલાલના સપના જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને બરબાદ કર્યો છે. આપણા આદિવાસી સમાજના લોકોનું અપમાન કરવાનું કામ કર્યું. ભાજપના નેતાઓએ આદિવાસી પરિવારોના લોકોને 10 ફૂટના ખાડામાં દફનાવ્યા હતા. દેવાસ જિલ્લામાં બે વર્ષની બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી. સીધીમાં ભાજપના એક નેતા આદિવાસી ભાઈ પર પેશાબ કરી રહ્યા હતા ત્યારે તેઓ ચૂપ રહ્યા.
શુ મતદાતા તમારા ખિસ્સામાં છે ?
ભૂરિયાએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી કહે છે કે આ વખતે 400ને પાર કરી જશે. મોદીજી, મતદારો તમારા ખિસ્સામાં છે? જે 400ને પાર કરશે. પહેલા તેઓ કહેતા હતા - એકવાર તમે મને વડાપ્રધાન બનાવી દો તો હું બે કરોડ યુવાનોને નોકરી આપીશ. હું દરેક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશ.
ગરીબ લોકોએ 400-500 રૂપિયા જમા કરાવીને ખાતા ખોલાવ્યા પણ એક પૈસો પણ જમા થયો નહીં. મોદીએ ખાતા ખોલાવીને કરોડો રૂપિયા જમા કરાવ્યા, તેથી તમારે જોવું પડશે કે તેમણે ન તો યુવાનોનું કોઈ ભલું કર્યું અને ન તો મહિલાઓનું કોઈ ભલું કર્યું.