Beetroot Buttermilk આહારમાં છાશ કે દહીંનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર પાચન જ નહીં પરંતુ શરીરને ઠંડક પણ આપે છે. આપણે બધા ભોજન સાથે છાશ કે દહીં લઈએ છીએ. તેની ઘણી જાતો પણ છે. આજે અમે તમને બીટરૂટ છાશ વિશે જણાવી રહ્યા છીએ.
બીટરૂટ છાશ બનાવવાની રીત
સામગ્રી
1 કપ દહીં
1/2 કપ પાણી
અડધી બીટરૂટ છીણેલું
1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર
અડધી ચમચી કાળું મીઠું
1 ટીસ્પૂન ચાટ મસાલો
ફુદીનાના પાન.
બનાવવાની રીત
દહીંમાં બીટરૂટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં શેકેલું જીરું પાવડર, કાળું મીઠું અને ચાટ મસાલો ઉમેરો.
ફરી બ્લેન્ડ કરો.
હવે તેને ગ્લાસમાં નાખીને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.