બિહાર પેટાચૂંટણી માટે વોટોની ગણતરી ચાલી રહી છે. રાજ્યની અરરિયા લોકસભા સીટ અને ભભુઆ જહાનાબાદ વિધાનસભા સીટ પર વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતની અવધારણા મુજબ જ પરિણામ આવી રહ્યા છે. અરરિયા લોકસભા અને જહાનાબાજ વિધાનસભા સીટ પર આરજેડી આગળ ચાલી રહી છે. જ્યારે કે ભભુઆમાં બીજેપી આગળ ચાલી રહી છે.
આ સીટો પર 11 માર્ચના રોજ વોટ નાખવામાં આવ્યા હતા. ત્રણેય સીટો પર એનડીએ (બીજેપી જેડીયોઇઓ રાલોસપા) અને મહાગઠબંધન (આરજેડી કોંગ્રેસ હમ) ની વચ્ચે મુકાબલો છે.
Live Updates:-
#બીજેપીની બઢત અને મજબૂત થઈ. 4203 વોટથી આગળ થયેલ બીજેપી ઉમેદવાર પ્રદીપ સિંહ
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ પહેલીવાર બીજેપી આગળ બીજેપીના ઉમેદવાર પ્રદ્દિપ સિંહ 400 વોટથી આગળ
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ
#બિહારની ભભુઆ સીટ પર બીજેપી 2225 વોટથી આગળ .. જહાનાબાદ સીટ પર આરજેડી પહેલા રાઉંડમાં 347 વોટથી આગળ
#બિહાર પેટાચૂંટણીમાં જેડીયૂને નિરાશા. જેડીયૂ પ્રવક્તા નીરજ સિંહે કહ્યુ -સહાનુભૂતિ ફેક્ટર કામ કરી રહ્યુ છે.