યૂપી પેટા ચૂંટણી LIVE: યોગી આદિત્યનાથ અને કેશવ મોર્યની સીટ પર SP આગળ

બુધવાર, 14 માર્ચ 2018 (13:16 IST)
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભાની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે.  આ પરિણામ પર તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાઇ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર છતાં મતદાનની ટકાવારી ઓછી રહેતા ભાજપની ચિંતા વધી ગઇ છે. ગોરખપુરમાં 47.75 ટકા અને ફૂલપુરમાં 37.39 ટકા મતદાન નોંધાયું હતું. ગોરખપુર સીટ પર 10 અને ફૂલપુર સીટ પર 22 ઉમેદવારો મેદાનમાં છે.બન્ને સીટો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે ખુબ ઉપયોગી છે. કારણ કે આ ચૂંટણીને લોકસભાની ચૂંટણી માટે રિહર્સલ તરીકે બણ કેટલાક  નિષ્ણાંતો નિહાળે છે. 

 
ફુલપુરમાં સપાના નાગેન્દ્ર પટેલને મોટી બઢત  15713 વોટોથી આગળ 
 
પ્રથમ રાઉંડ - બીજેપીના ઉપેન્દ્ર દત્ત શુક્લ સપાના પ્રવિણ નિષાદથી 1666 વોટોથી આગળ તેમને 15577 વોટ મળ્યા 
બીજા રાઉંડમાં સપાના પ્રવિણ નિષાદ બીજેપીના ઉપેદ્ંર દત્ત શુક્લ કરતા 24 વોટથી આગળ. તેમણે મળ્યા 29218 વોટ. બીજેપીના ઉપેન્દ્ર દત્ત શુક્લને 29194 વોટ 
- ત્રીજા રાઉંડ પછી સપાના પ્રવિણ કુમાર નિષાદ 1523 વોટથી આગળ હતા. ગણતરીમાં તેમને અત્યાર સુધી 44,979 વોટ મળ્યા. બીજેપીના ઉપેદ્ન્દ્ર દત્ત શુક્લા 43,456 વોટ સાથે બીજા નંબર પર હતા. 
- ચોથા રાઉંડમાં સપાના પ્રવિણ કુમાર નિષાદ 3015 વોટથી આગળ. તેમને મળ્યા 59960 વોટ. બીજેપીને 56945 વોટ મળ્યા. 
 
ફુલપુર સીટ 
 
- પ્રથમ રાઉંડ -સપાના નાગેન્દ્ર સિંહ પટેલ બીજેપીના કૌશલેન્દ્ર સિંહ પટેલ કરતા 390 વોટથી આગળ 
- બીજો રાઉંડ - સપાના નાગેન્દ્ર સિંહ પટેલ બીજેપીના કૌશલેન્દ્ર સિંહ પટેલ કરતા 390 વોટથી આગળ 
- ત્રીજો રાઉંડ - સપાના નાગેન્દ્ર સિંહ પટેલ બીજેપીના કૌશલેન્દ્ર સિંહ પટેલ કરતા 2441 વોટથી આગળ 
- ચોથા રાઉંડમાં સપાના નાગેન્દ્ર સિંહ પટેલ બીજેપીના કોશલેન્દ્ર પટેલથી 3607 વોટથી આગળ 
- પાંચમો રાઉંડ - સપા ઉમેદવાર નરેન્દ્ર પ્રતાપ સિંહ પટેલ બીજેપી ઉમેદવાર કૌશલેન્દ્ર પટેલથી 6931 મતોથી આગળ 
- છઠ્ઠા રાઉંડમાં - સપા ઉમેદવાર નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલ બીજેપી ઉમેદવાર કૌશલેન્દ્ર પટેલ કરતા 8208 વોટથી આગળ... 
-સાતમા રાઉંડ સપા ઉમેદવાર નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલ બીજેપી ઉમેદવાર કોશલેન્દ્ર પટેલથી 8208 વોટોથી આગળ 
 
- ફુલપુરથી સપા ઉમેદવાર નોગેન્દ્ર પટેલ 3371 વોટોથી આગળ છે. 
- ત્રીજા ચરણની મતગણતરી પછી ફુલપુરથી સપા ઉમેદવાર નોગેન્દ્ર  પટેલ 1437 વોટોથી આગળ 
- ગોરખપુરમાં બીજેપીના ઉપેન્દ્ર દત્ત શુક્લા 3200 વોટથી આગળ 
- ગોરખપુરથી બીજેપી ઉમેદવાર 1320 વોટથી આગળ 
- ફુલપુર લોકસભા સીટ પરથી બીજેપીના કૌશલેન્દ્ર સિંહ પટેલ આગળ ચાલી રહ્યા છે. 
- ગોરખપુર લોકસભા સીટ પર પહેલા રાઉંડની ગણતરીમાં બીજેપીના ઉપેન્દ્ર દત્ત શુક્લા 11500 વોટોની ગણતરીથી આગળ ચાલી રહ્યુ છે. 
 
ઉત્તરપ્રદેશની સાથે સાથે બિહારમાં પેટાચૂંટણીના પરિણામ પણ  જાહેર કરવામાં આવનાર છે.  બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ. આ પેટાચૂંટણીને  સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી નવા પ્રયોગ સાથે આ પેટાચૂંટણીમાં ઉતર્યા છે જેથી અહીંના પરિણામ તેમના માટે પણ ઉપયોગી રહેશે. મતગણતરીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર