વધુ એક ટ્રેન દુર્ઘટના, દુરંતો એક્સપ્રેસનું એજિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (10:10 IST)
નાગપુરથી મુંબઈ આવી રહેલ દુરંતો એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દુર્ઘટના ઢાણેના ટિટવાલા સ્ટેશનની પાસે થઈ છે. એસી કોચના ડબ્બા ખડી પડ્યાના અહેવાલ છે. કહેવાય છે કે, સતત થઈ રહેલ વરસાદને કારણે અથવા ઇલેક્ટ્રિકલ સ્પાર્કને કારણે આ ડબ્બા પાટા પથી ખડી પડ્યાં છે. પરંતુ હાલમાં કોઈ સ્પષ્ટ કારણ કહી શકાય નહીં. રાહત અને બચાવ કાર્ય જારી છે. કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે.
જો કે અત્યાર સુધી આ રેલ દુર્ઘટનામાં કોઈના નુકશાન થવાના સમાચાર નથી. દુરંતો એક્સપ્રેસ સવારે લગભગ 6 વાગીને 40 મિનિટ પર પાટા પરથી ઉતરી. આ સમય મોટાભાગના લોકો ઊંઘમાં હતા. દુર્ઘટના આસનગામ અને ટિટવાલની વચ્ચે થયુ. જેમા એંજિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. દુર્ઘટનાને કારણે લગભગ બધી ટ્રેન પ્રભાવિત થશે. લોકલ ટ્રેન પર પણ તેનો પ્રભાવ પડશે. 
 
હેલ્પલાઈન નંબર - આ દુર્ઘટના પછી સેંટ્રલ રેલવેએ હેલ્પલાઈન નંબર રજુ કર્યા છે. આ નંબર છે   CSMT- 22694040, ઠાણે-25334840, કલ્યાણ-2311499, દાદર-24114836, નાગપુર-2564342

સંબંધિત સમાચાર

Next Article