કાનપુર ટ્રેન દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા ઈંદોર-પટના એક્સપ્રેસના 14 ડબ્બા, 100ના મોત

રવિવાર, 20 નવેમ્બર 2016 (09:09 IST)
વહેલી સવારે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે ઇન્‍દોરથી પટના જતી એકસપ્રેસ ટ્રેનના 14 ડબા પાટા પરથી ઉતરી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો છે.  આ અકસ્‍માતમાં લગભગ 100 મુસાફરોના મોત નિપજયા છે અને અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.

   મૃતકોના પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પ લાખ રેલ્‍વે દ્વારા રૂ.. 3.50 લાખની સહાય તેમજ વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઇ મોદી એ પણ મૃતકોના પરિવારને રૂ.. 2 લાખની સહાય જાહેર કરી મૃતકોના પરિવાર રત્‍યે સંવેદના વ્‍યકત કરી હતી.  અકસ્‍માતના બનાવમાં મૃતકો ઇજાગ્રસ્‍તોને તમામ પ્રકારની સહાય સારવાર આપવા તેમજ અકસ્‍માતની તપાસના આદેશો કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુએ આપ્‍યા છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખા જાહેર કરતા આ વિશે તેણે રેલ મંત્રી સુરેશ પ્રભુથી વાત કરી છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહએ દુર્ઘટના પર દુખ જાહેર કરતા ટ્વીટ કર્યા છે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટર પર જણાવ્યું કે રાહત કાર્ય ચાલી રહ્યું છે મેડિકલ અને જરૂરી મદદ મોકલાઈ આપી છે. અને ઘટનાની તપાસના આદેશ મોકલી દીધા છે. 

વેબદુનિયા પર વાંચો