કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા બે વ્યકિતના મોત થયા છે અને 48 લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત સવારે 5.30 કલાકે થવા પામ્યો હતો. આ અકસ્માત રૂડા સ્ટેશન પર થયો હતો. ટ્રેનના બે ડબ્બા નહેરમાં ગબડી પડયા હતા. કાનપુર પાસે થોડા દિવસ પહેલા પણ રેલ્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત કાનપુરથી 50 કિ.મી. દુર થયો હતો. અકસ્માત બાદ દિલ્હી-હાવડા રૂટ બંધ કરી દેવાયો છે.
- કાનપુર આઈજી જકી અહમદ મુજબ, સ્લીપરના 13 અને જનરલના 2 કોચ ડિરેલ થઈ ગયા.
- બધા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. 33 ઘાયલોને જીલ્લા અને 13ને કાનપુરના હલ્લેટ હોસ્પિટલમાં એડમિટ કરવામા આવ્યા.