રોહતક LIVE - જજે કહ્યુ - રામ રહીમનો દોષ સામાન્ય નથી, 10 વર્ષ કેદની સજા

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (16:03 IST)
રેપ કેસમાં દોષી ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ માટે આજે રોહતક જેલમાં બનાવેલ સીબીઆઈની અસ્થાયી કોર્ટ લગાવાઈ. આ દરમિયાન સીબીઆઈએ દોષી રામ રહીમ માટે અધિકતમ સજાની માંગ કરી છે. બીજી બાજુ બચાવ પક્ષના વકીલે આ મામલે રામ રહીમના સમાજ સેવાના કાર્યોનુ ઉદાહરણ આપતા કોર્ટ પાસે દયાની ભીલ્હ માંગી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી બળાત્કારના દોષી રામ રહીમને દસ વર્ષ કેદની સજા સંભળાવી 
 
આ પહેલા રોહતકની સુનરિયા જેલમાં બંધ રામ રહીમને સજા સંભળાવવા સીબીઆઈના જજ જગદીપ સિંહ હેલીકોપ્ટર દ્વારા પહોંચ્યા. હરિયાણા ડીજીપી બીએસ સંઘૂએ જેલની આસપાસ કોઈપણ શંકાસ્પદને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો.  હરિયાણા અને પંજાબમાં હાઈ એલર્ટ અને ભારતીય સેનાની 28 ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 
 
- સજા સંભળાવ્યા પછી કોર્ટ રૂમમાં ખુરશી પકડીને રહી રહ્યા છે  બળાત્કારી બાબા રામ રહીમ 
- હાલ રોહતલ જેલમાં જ રાખવામાં આવશે રેપના દોષી રામ રહીમને 
- મેડિકલમાં રામ રહીમનુ બ્લડ પ્રેશર નીકળ્યુ નોર્મલ 
- સજા પછી મેડિકલ માટે રામ રહીમને મોકલવામાં આવ્યા 
- જજે કહ્યુ - દોષ સામાન્ય નથી અને સજા સાથે સાથે ચાલશે 
- રામ રહીમના આંસૂ જજનુ દિલ પીગળાવી શક્યા નહી... થઈ 10 વર્ષની સજા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર