2024નુ ટ્રેલર, 3 રાજ્યોમાં એલાન-એ-જંગ, મેઘાલય, નાગાલેંડ અને ત્રિપુરામાં ચૂંટણી તારીખોની જાહેરાત

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2023 (15:25 IST)
Assembly Election Dates: આજે ઈલેક્શન કમિશન પ્રેસ કૉન્ફ્રેસ કરીને ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં વિધાનસભાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે.  આ ત્રણેય રાજ્યોમાં  60-60 વિધાનસભા સીટો છે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી છે કે 16 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરામાં ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેંડમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે. ચૂંટણી કમિશ્નરે જણાવ્યુ કે ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામ 2 માર્ચના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.  આ બધા રાજ્યોમાં એક જ ચરણમાં વોટ નાખવામાં આવશે. 
 
ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખ - 16 ફેબ્રુઆરી
મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીની તારીખ - 27 ફેબ્રુઆરી
નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ - 27 ફેબ્રુઆરી
ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોની જાહેરાત - 2 માર્ચ
 
ત્રણેય રાજ્યોમાં ભાજપનું 'શાસન'
 
આ ત્રણેય રાજ્યોમાં એક યા બીજી રીતે ભાજપ સત્તામાં છે. ત્રિપુરામાં ભાજપ એકલા હાથે શાસન કરી રહ્યું છે, પરંતુ આ વખતે ડાબેરીઓ અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. બીજી તરફ મેઘાલયમાં ભાજપની ગઠબંધન સરકાર છે. એનપીપીના કોનરાડ સંગમા 19 બેઠકો સાથે મુખ્યમંત્રી છે. નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધન સત્તામાં છે. 2018માં એનડીપીપી અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. હાલમાં NDPP ના નેફિયુ રિયો નાગાલેન્ડના સીએમ છે.
 
ત્રિપુરા વિધાનસભામાં ચૂંટણી ફેક્ટર શું છે?
છેલ્લી વખત ત્રિપુરામાં ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી, પરંતુ ડાબેરીઓ અને તે વચ્ચેનો વોટ શેર ઘણો ઓછો હતો. આ વખતે કોંગ્રેસ અને ડાબેરીઓનું મહાગઠબંધન ભાજપને નુકસાન પહોંચાડી શકે છે, જોકે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ આ ચૂંટણીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવવાની છે. TMC કોના વોટ કાપશે તે જોવું રસપ્રદ રહેશે, આ સિવાય આદિવાસી વોટ કોને મળે છે તે પણ ખૂબ મહત્વનું રહેશે.
 
નાગાલેંડ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે અનેક ફેક્ટર 
 
નાગાલેંડમાં બીજેપી અને  NDPP ગઠબંધન સામે સત્તામાં પરત ફરવુ મોટો પડકાર છે. બીજી બાજુ જ કોંગ્રેસ અને નાગા પીપુલ્સ ફ્રંત વચ્ચે ગઠબંધન થાય છે તો ચૂંટણીમાં મોટો ખેલ થઈ શકે છે. કારણ કે અગાઉ NPF 26 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. આ ઉપરાંત નાગા શાંતિ વાર્તા, નાગા વિદ્રોહી સમૂહનુ વલણ પણ મહત્વનુ રહેશે. બીજી બાજુ  ખ્રિસ્તી સમુદાયનો સંપૂર્ણ મત હાર-જીત નક્કી કરશે. નાગાલેન્ડમાં લગભગ 88% લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.
 
મેઘાલયની ચૂંટણી પણ આ વખતે ઘણી રસપ્રદ
મેઘાલયમાં TMCની હાજરી કોંગ્રેસની રમત બગાડી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપને 2 બેઠકો મળી હતી, પરંતુ તેની સરકાર ગઠબંધનમાં છે. આ સિવાય 10 લાખથી વધુ મહિલા મતદારો અને 4 લાખથી વધુ નવા મતદારો સમગ્ર ચૂંટણીના અંકગણિતમાં ફેરફાર કરી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article