રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપતાં કહ્યું, અમારી સરકાર આવશે તો 30 લાખ નોકરી આપીશું

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2024 (17:11 IST)
rahul gandhi


આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરશે. આ દરમિયાન ઠેર- ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હજારો લોકો સાથે ભારત જોડો યાત્રા દરમિયાન મારે વાતચીત થઈ છે. બધાએ એમ કહ્યું છે કે, ભારત ભાઈચારાનો દેશ છે, નફરતનો દેશ નથી. દરેક રાજ્યએ મને રસ્તા બતાવ્યા. યુવાનોને આજે રોજગાર નથી મળતો. 3-4 મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો મળે છે. નાના વેપારીને ખતમ કરવામાં આવી રહ્યા છે. નાના વેપારી કહે છે કે, GST અને નોટબંધી અમને મારવાનું અને અદાણી માટે રસ્તો બનાવવાનું હથિયાર છે.



દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે. દરેક કોન્ટ્રાક્ટ 2-3 લોકોને આપી દીધા છે.અગ્નિવીર યોજના કેમ લાગુ કરી? તે સેના અને આર્મીને પણ સારી નથી લાગતી કેમ કે, એ ઈચ્છે છે કે એમના જવાનોને 4-5 વર્ષની ટ્રેનિંગ મળે, પેન્શન મળે. અગ્નિવીર યોજના કોઈ યુવાનોને ગમતી નથી. જે પૈસા ટ્રેનિંગ, પેન્શન પાછળ જતા હતા તે હવે અદાણી પાસે જાય છે. જો શહીદ થશો તો શહીદીનો દરજ્જો નહિ મળે, પેન્શન નહિ મળે અને બેરોજગારી વધશે. આમ, આર્મીનો રસ્તો બંધ થઈ ગયો. બેરોજગારીમાંથી નીકળવાના રસ્તા બંધ કરી દીધા. બે પ્રકારના શહીદ છે. એક જે સેનામાં શહીદ થયા અને બીજા 4 વર્ષ બાદ અગ્નીવીર યોજના છોડ્યા બાદ ફરી બે રોજગાર તો એ પણ શહીદ.આજે 30 લાખ સરકારી નોકરી છે. જેવી અમારી સરકાર આવશે તો 30 લાખ નોકરી આપીશું. જે યુવાને કોલેજ પૂર્ણ કરી હશે તેમને અમે ખાનગી અને સરકારી જગ્યા પર એક વર્ષ માટે નોકરીની ગેરંટી આપીએ છીએ. 1 વર્ષમાં એક લાખ રૂપિયા તમારા ખીચ્ચામાં. પેપર લીક અમે બંધ કરીશુ. જો કોઈ આવુ કરશે તો અમે સખ્ત પગલાં લેશું. એપ્રેન્ટેશન કાયદો લાગુ કરીશું. જેમાં ડીગ્રી હોલ્ડર યુવાનને એપ્રેન્ટિશનનો અધિકાર આપીશું. 1 વર્ષ સુધીમાં 1 લાખ રૂપિયા આપીશું અને સરકારી કે ખાનગી કંપનીમાં ટ્રેનિંગ આપીશું. પેપર લીક થાય છે એટલે એ માટે પેપરની આઉટ સોર્સિંગ બંધ કરી. જો કોઈ પેપર લીક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરીશું.90 ટકા લોકો ખેતી કરે છે જેમને ભાગીદારી નથી મળતી. આ બદલાવ લાવીશું. ગરીબ વ્યક્તિ માટે પણ બેંકના દરવાજા ખુલશે. હિન્દુસ્તાનના વેપારીના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે એટલે કે 65 હજાર કરોડ રૂપિયા એટલે કે 24 વર્ષના મનરેગા યોજનાના રૂપિયા માફ કર્યા છે પણ ખેડૂતોના દેવા માફ કર્યા નથી. મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાત કરી હતી. અમે 5 હજાર કરોડ રૂપિયાનું ભારતના યુવાનો માટે ફંડ બનાવીશું જે જિલ્લા સ્તરે હશે, બ્લોક હશે. સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે દરેક જિલ્લામાં 10-20 કરોડ રૂપિયા આપીશું. અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ, અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવવાનું.

સંબંધિત સમાચાર

Next Article