યૂરોપના આ સ્થાન પર ભારતીયોને વીઝા વગર મળી શકે છે નોકરી, જાણો શુ છે કારણ

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (13:45 IST)
svalbard image source oryctero
દરેક કોઈ વિદેશ જઈને મોટી કમાણી કરી સારુ જીવન જીવવા માંગે છે. આવામાં તે ખૂબ કોશિશ કરતા રહે છે કે તેમને તેમની પસંદગીનો દેશનો વીઝા મળી જાય જ્યા જઈને તેઓ પોતાનુ કરિયર બનાવી શકે. બીજી બાજુ કેટલાક લોકો કમાણી સાથે ઈચ્છે છે કે કોઈ એવો દેશ જ્યા તે લાઈફ ઓફ ક્વાલિટી અને ત્યાની ઋતુની મજા લઈ શકે.  જો તમને એવા સ્થાનની શોધ છે કે જ્યા વીઝા વગેરેની ઝંઝટ જ ન રહે અને જ્યા મન કરે ત્યારે આપણે જઈએ અને કમવીનએ તેમજ ફરીએ. આ સ્થાનનુ નામ છે સ્વાલબાર્ડ. 
 
 મોટાભાગનો સમય બરફથી ઢંકાયેલુ રહે છે 
સ્વાલબોર્ડ એક ખૂબ જ સુંદર દ્વીપસમૂહ છે. જ્યા વર્ષભરમાં મોટાભાગનો સમય બરફથી છવાયેલો રહે છે. આ જ કારણ છેકે અહી દુનિયાના ખૂણે ખૂણે લોકો ફરે છે. ખાસ વાત એ છે કે અહી ફરવા, કમાવવા રહેવા વગેરે માટે કોઈપણ પ્રકારનો વીઝા વગેરે કાગળની જરૂર પડતી નથી.  સહેલી રીતે સમજીએ તો અહી ભારતીય લોકો આરામથી વગર કોઈ ઝંઝટે જઈને નોકરી કરી શકે છે.  અહી મોટાભાગની જોબ ટુરિઝમ સાથે જોડાયેલી છે. કારણ કે અહી લોકો ફરવા અને નોર્દન લાઈટ જોવા આવે છે.  
 
શુ છે વીઝા ફ્રી ?
 
મળતી માહિતી મુજબ સ્વાલબોર્ડની જવાબદારી નોર્વે પાસે છે. પછી અહીથી આ અનોખી પોલીસી છે. કારણ કે 1920ની સ્વાલબોર્ડ સંઘિ આ સંઘિમાં કહેવામાં આવ્યુ હતુ કે કોઈપણ દેશનો નાગરિક અહી વીઝા વગર કે રેઝિડેંસ પરમીટ વગર રહી શકે છે. જોબ કરી શકે છે અને ફરી શકે છે. આ ઓપન પોલીસીને કારણે સ્વાલબોર્ડ દુનિયાભરમાં ફેમસ છે. તો બસ ફરવ જવાનો સામાન પેક કરો અને પહોચી જાવ સ્વાલબાર્ડ. 
 
 શુ છે પરેશાની ?
તમને જણાવી દઈએ કે ભલે જ સ્વાલબોર્ડ ખુદ વીઝા ફ્રી પોલીસી હેઠળ આવે છે પણ અહી પહોચવા માટે તમારે પહેલા નાર્વે જવુ પડશે. બસ અહી બધી  વસ્તુઓ ફસાય છે. કારણ કે નોર્વે શેંગેનનો પાર્ટ છે અને શેંગેન જવા માટે વીઝાની જરૂર પડે છે. તેથી તમારે નોર્વે આવીને તેને મેળવવો પડશે. 
 
 યાદ રાખો કે સ્વાલબોર્ડ ખૂબ જ ઠંડુ સ્થાન છે. અહી આર્કટિક સર્કલ પાસે છે. શિયાળામાં અહી ટેપરેચર  -20 ડિગ્રી સેલ્સિયસ સુધી  પહોચી જાય છે. સાથે જ અહી ગરમીમાં 24 કલાક અજવાળુ જ રહે છે. સાથે જ અહી બીમાર પડતા સીધુ નોર્વે જ જવુ પડશે. 
 

સંબંધિત સમાચાર

Next Article