ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરાએ ભોગ લીધો, સુરતમાં રસ્તે જતા યુવકનુ ગળુ કપાતા મોત

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (12:55 IST)
ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. કીમ રેલવે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. જેમાં શૈલેષ વસાવા પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. જે દરમિયાન ચાઇનિઝ દોરી તેના ગળામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. 
 
ઘટનાને લઇ યુવકને કીમ સાધના હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત લઈ જવામાં આવ્યો હતો. જેમાં સુરત પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. હાલ યુવકના મૃતદેહ પીએમ અર્થ સીવીલ હોસ્પિટલ મોકલવા આવ્યો છે.
 
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષ છીડીયાભાઈ વસાવા [ઉ.૪૦] પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સંબંધિત સમાચાર

Next Article