મહારાષ્ટ્ર CM અપડેટ - માની ગયા શિંદે, ગૃહ વિભાગ ફડણવીસને , શુ હવે અજીત પવાર જીદ પર અડ્યા છે ?

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (12:42 IST)
maharashtra cm
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારમાં હવે સીએમ અને ડિપ્ટી સીએમ સાથે જ વિભાગોની વહેચણીને લઈને ખેચતાણ ચાલી રહી છે.  એકનાથ શિંદે જ્યા ભાજપાની વાત મની ગયા છે તો બીજી બાજુ હવે અજીત પવાર જીદ પર અડી ગયા છે. 
 
 મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર છે. ગૃહ મંત્રાલય ભાજપા પાસે એટલે કે દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે. જેના પર શિંદે માની ગયા છે અને તેમની પાર્ટી શિવસેનાને હવે શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવશે. ત્યારબાદ હવે અજીત પવાર જીદ પર અડ્યા છે કે તેમને પણ શિંદેની શિવસેના જેવો જ વિભાગ જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરના રોજ આઝાદ મેદાનમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારંભનુ આયોજન થશે. એ પહેલા ચાર ડિસેમ્બરના રોજ મુંબઈમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક થશે.  જેમા ઔપચારિક રૂપે નેતાની પસંદગી થશે. મોટુ અપડેટ એ આવી રહ્યુ છે કે મુખ્યમંત્રીના વર્ષા નિવાસસ્થાન પર આજે ત્રણ વાગે મહાયુતિના નેતાઓની બેઠક થઈ શકે છે.  જેમા ઔપચારિક રૂપે નેતાની પસંદગી થશે. મોટુ અપડેટ આવી રહ્યુ છે કે મુખ્યમંત્રીના વર્ષા  નિવાસસ્થાન પર આજે ત્રણ વાગે મહાયુતિના નેતાઓની બેઠક થઈ શકે છે અને બેઠકમાં એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સામેલ થશે. 
 
મહાયુતિની થઈ રહી છે બેઠક 
મહાયુતિના નેતાઓ આજે ચંદ્રશેખર બાવનકુલેના બંગલે બેઠક કરી રહ્યા છે, બાવનકુલે, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, શિવસેનાના ગુલાબરાવ પાટીલ, એનસીપીના અનિલ પાટીલ બેઠકમાં હાજર છે. બેઠકમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણની તૈયારીઓ પર ચર્ચા થઈ રહી છે. થોડા સમય બાદ તમામ નેતાઓ આઝાદ મેદાન પણ જશે અને શપથગ્રહણની તૈયારીઓનું નિરીક્ષણ કરશે.
 
સીએમ-ડિપ્ટી સીએમના નામ નક્કી 
 મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે નારાજ  છે, તેમની બિમારીના પણ સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ અને ડેપ્યુટી સીએમના નામ ફાઈનલ થઈ ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ સીએમ જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ હશે. આ તો આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે જ ખબર પડશે, પરંતુ તે પહેલા અટકળો ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે હું ડેપ્યુટી સીએમની રેસમાં પણ નથી. તેમણે કહ્યું છે કે હું પાર્ટી અને મહારાષ્ટ્રની જનતાની સેવા કરતો રહીશ.
 
જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના રાજકીય ગતિવિધિઓમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. કારણ કે ભૂતકાળમાં પણ સીએમના નામ અંગે લેવાયેલા નિર્ણયથી ભાજપને આંચકો લાગ્યો છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરપ્રાઈઝ આપી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

Next Article