બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

શુક્રવાર, 29 નવેમ્બર 2024 (14:33 IST)
બાંગ્લાદેશની રાજધાની ઢાકાની હાઇકોર્ટે ઇસ્કૉનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવા સંબંધિત અરજીને ફગાવી દીધી હતી. આ પછી ઇસ્કૉને એક નિવેદન રજૂ કરીને હાઇકોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
 
આ અરજી બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટના વકીલ મોહમ્મદ મોનીર ઉદ્દીન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ઇસ્કૉન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
 
આના એક દિવસ પહેલાં બાંગ્લાદેશના એટર્ની જનરલે કોર્ટને વિનંતી કરી હતી કે ઇસ્કૉન અંગે કોઈ નિર્ણય ન લે કારણ કે સરકારે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
 
ઇસ્કૉનના પ્રવક્તા રાધારમણ દાસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે તે અમારા માટે મોટી રાહતની વાત છે.
 
તેમણે કહ્યું, "સંસ્થા આ મામલે બાંગ્લાદેશ સરકારના વલણને લઈને ખૂબ જ ચિંતિત છે."
 
દાસે આશા વ્યક્ત કરી કે લઘુમતીઓની સુરક્ષાના કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટે બાંગ્લાદેશ સરકાર યોગ્ય પગલાં લેશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર