મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે આ રિપોર્ટથી હલચલ, 2051 સુધી મુબઈમાં 51 ટકા ઘટશે હિન્દુઓને વસ્તી, વધી રહી છે મુસ્લિમ જનસંખ્યા
TISS Report On Mumbai: ટાટા ઈંસ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયંસેસની એક રિપોર્ટ પછી મહારાષ્ટ્રમાં હલચલ ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે ટીઆઈએસએસ ની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં બાંગ્લાદેશી અને રોહિગ્યા સમુહની વસ્તી ઝડપથી વધી રહી છે. જેનાથી શહેરની સામાજીક અર્થવ્યવસ્થાને પ્રભાવિત થવાનુ સંકટ ઉભુ થઈ ગયુ છે. એટલુ જ નહી રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે 2051 સુધી હિન્દુ વસ્તી 51 ટકા ઓછી થઈ જશે.
આ સાથે જ ટીઆઈએસએસની રિપોર્ટમાં એ પણ દાવો કરવામં આવ્યો છે કે મુંબઈમાં બાંગ્લાદેશ અને મ્યામારથી અવૈદ્ય પ્રવાસીઓથી મુબઈમાં મોટાભાગે મુસ્લિમોની સંખ્યા વધી રહી છે. 1961માં અહી હિન્દુઓની વસ્તી 88 ટકા હતી એ 2011મા ઘટીને 66 ટકા રહી ગઈ હતી. જ્યારે કે મુસ્લિમ વસ્તી 1961મા 8 ટકા હતી જે 2011 માં વધીને 21 ટકા થઈ ગઈ. એટલુ જ નહી આ રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે 2051 સુધી હિન્દુ વસ્તી 54 ટકા થઈ જશે અને મુસ્લિમ વસ્તીમાં 30 ટકાનો વધારો થશે.
સોશિયલ વેલફેર માટે સંકટ ઉભુ થયુ
TISSના રિપોર્ટ અનુસાર, મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની ભીડ વધી છે, જેના કારણે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ અસહ્ય દબાણ વધી રહ્યું છે. સરકાર પાસે તેમનો ડેટા પણ નથી. મુંબઈના સ્થાનિક લોકો અને ઈમિગ્રન્ટ સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતાને કારણે સામાજિક તણાવ અને હિંસાની ઘટનાઓ વધી છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે 50 ટકા મહિલાઓની હેરફેર કરવામાં આવી હતી, તે મહિલાઓ વેશ્યાવૃત્તિમાં રોકાયેલી હતી, 40 ટકા ઇમિગ્રન્ટ્સે બાંગ્લાદેશમાં તેમના ઘરે રૂ. 10,000 થી રૂ. 1 લાખ મોકલ્યા છે.
રિપોર્ટ મુજબ શિક્ષા અને સ્વચ્છતા, વીજળી, જળ આપૂર્તિ, સ્વાસ્થ્ય સેવાઓ પણ અપ્રવાસીઓને વધતી સંખ્યાને કારણે પ્રભાવિત થઈ રહી છે. માનખુર્દ, કુર્લા અને ગોવંડીમાં અપ્રવાસીઓની ભીડભાડથી વીજળી અને પાણીની આપૂર્તિનુ સંકટ પણ ઉભુ થયુ છે.
રિપોર્ટ પર રાજકીય પક્ષોએ શું કહ્યું?
TISS રિપોર્ટ પર પણ રાજનીતિ તેજ થઈ ગઈ છે. એનસીપી શરદ પવાર જૂથના નેતા નસીમ સિદ્દીકીએ કહ્યું કે આ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનો રિપોર્ટ નથી પરંતુ ભાજપ-આરએસએસનો સર્વે રિપોર્ટ છે. જ્યારે બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે આ TISSનો અધિકૃત રિપોર્ટ છે. આવા ગેરકાયદેસર વસાહતીઓ મુંબ્રા, ભિવંડી, માનખુર્દ અને મીરા રોડ પર આવી રહ્યા છે. તેઓ બોગસ એનજીઓ પાસેથી પણ પૈસા મેળવે છે. તેમના બોગસ દસ્તાવેજો પણ બનાવવામાં આવે છે. તેઓ અમારા માટે ખતરો બની રહ્યા છે આ અતિક્રમણ જલ્દી બંધ કરો.