રૂસની યૂનિવર્સિટીમાં આશ્ચર્યમાં નાખનારી એક ગોળીબારની ઘટના સામે આવી છે. જેમા 8 લોકોના મોત થયા છે. ગોળીબારની ઘટના પછી આખી યૂનિર્વર્સિટીમાં હડકંપ મચી ગયો અને વિદ્યાર્થી બિલ્ડિંગ પરથી કૂદીને ભાગવા લાગ્યા. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ ગભરાય ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.
<
Gunman attacks a university in the Russian city of Perm. Deaths and injuries being reported.
— Murad Gazdiev (@MuradGazdiev) September 20, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
રશિયાના પર્મ શહેરની એક યુનિવર્સિટીમાં સોમવારે સવારે થયેલા ગોળીબારમાં આઠ લોકો માર્યા ગયા અને છ લોકો ઘાયલ થયા. રશિયન તપાસ સમિતિએ આ માહિતી આપી. પર્મ ક્ષેત્રના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લઈને આવી રહેલા જુદા જુદા આંકડાનુ હાલ મિલાન કરવુ શક્ય નથી.
યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટનાથી એટલો ભય ફેલાય ગયો કે સ્ટુડેંટ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કુદીને ભાગવા લાગ્યા.
યુનિવર્સિટીના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગોળીબાર કયા કારણોસર કરાઈ છે. હુમલાખોર પાસે અન્ય કોઈ હાનિકારણ હથિયાર નથી. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમુક વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી દીધા છે. યુનિવર્સિટી ઓથોરિટી તરફથી તેમને કેમ્પસ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.