Health Tips - વજન ઘટાડવુ છે તો નાસ્તામાં ખાવ આ વસ્તુઓ...

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (08:25 IST)
સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા અને આમ જ પોતાની દિનચર્યા ચાલુ કરી દો છો તો આ તમારુ વજન વધવાનુ ખૂબ મોટુ કારણ હોઈ શકે છે..   કારણ કે જો તમે નાસ્તો નથી કરતા તો તમે લંચ  વધુ કરો છો જેનાથી વજન વધે છે. બીજી બાજુ નાસ્તામાં તમે કંઈક ખાસ વસ્તુ લઈ શકો છો જે તમારા વજનને સંતુલિત રાખવામાં કારગર છે. આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
1. દલિયા(ઘઉંની સુજી) - વજન સંતુલિત રાખવા માટે મોટાભાગના લોકો દલિયાનુ સેવન કરે છે..  તેને તમે દૂધમાં મિક્સ કરીને કે પછી શાકભાજી સાથે બનાવીને ખાઈ શકો છો.. કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મિનરલથી ભરપૂર દલિયા સહેલાઈથી પચી જાય છે. 
 
2. ઓટ્સ - ફાઈબરનુ સ્ત્રોત માનવામાં આવે ક હ્હે. તેમા એંટી ઓક્સિડેંટ પણ હોય છે. જે તમને સ્વસ્થ રાખવાની સાથે દિલની બીમારીઓથી પણ બચાવે છે. ઓટ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં કારગર છે અને શુગર તેમજ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. 
 
3. મલ્ટીગ્રેન બ્રેડ સેંડવિચ - નાસ્તા માટે મલ્ટીગ્રેન બ્રેદ સેંડ્વિચ સૌથી વધુ લાભકારી છે. તેમા તમે શાકભાજી જેવા કે ટામેટા વગેરે નાખીને બનાવી શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article