Uric Acid Home Remedies: હાઈ યુરિક એસિડની સમસ્યા આ દિવસો સામાન્ય થઈ રહી છે. તેનાથી શરીરના જુદા-જુદા ભાગોમાં પરેશાની જોવા મળે છે. યુરિક એસિડની સમસ્યા ખતરાની ઘંટી જેવી છે. સમયની સાથે તેની સારવાર ન કરાય તો આ શરીરમાં ઘણી સમસ્યાનુ કારણ બને છે. યુરિક એસિડના કારણે ગાઉટ, કિડનીથી સંકળાઉએલી પરેશાની અને હાથ-પગના જ્વાઈંટમાં દુખાવાની પરેશાની સામે આવવા લાગે છે.
હળદર (Turmeric) તેમાં મોટી માત્રામાં બળતરા વિરોધી અને એન્ટિબાયોટિક મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં કર્ક્યુમિન પણ જોવા મળે છે જે બળતરા ઘટાડવાનું કામ કરે છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે હળદરવાળા દૂધમાં એક ચપટી કાળા મરી ભેળવીને પીવાથી વધુ ફાયદો થાય છે.
આ ઘરેલુ ઉપાયોથી યુરિક એસિડને કંટ્રોલ કરો
યુરિક એસિડની સમસ્યા ધરાવતા લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી ટોક્સિન્સ અને યુરિક એસિડ શરીરમાંથી ફિલ્ટર થઈ જાય છે.
ગ્રીન ટી પીવાથી યુરિક એસિડ પણ ઘટે છે.
લીલા શાકભાજી અને કઠોળ યુરિક એસિડની સમસ્યામાં દવાની જેમ કામ કરે છે.