શું તમે જાણો છો કે પાણી સાથે થોડું મીઠું તમારા માટે કેટલું ફાયદાકારક છે? ગળામાં ખરાશ અને પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઉપાય છે, પરંતુ આ માટે સાદા મીઠાને બદલે અશુદ્ધ મીઠું એટલે કે કાળા મીઠાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે. અશુદ્ધ મીઠું શરીર માટે સારું છે. તે બ્લડશુગરને સંતુલિત કરવામાં, ચયાપચયને નિયંત્રિત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આવો જાણીએ પાણી સાથે આ મીઠાના ફાયદા
1. ડાયજેશન સુધરે છે - મીઠાવાળું પાણી મોઢાની લારવળી ગ્રંથિયોને સક્રિય કરવામાં મદદ કરે છે. લાર પેટની અંદર પ્રાકૃતિક મીઠુ, હાઈડ્રોક્લોરિક એસિડ અને પ્રોટિનને પચાવાનરા એંજાઈમને ઉત્તેજીત કરવામાં સહાયતા કરે છે. આના દ્વારા ખાધેલો ખોરાક તૂટીને આરામથી પચી જાય છે. આ ઉપરાંત ઈંટેસ્ટાઈનિલ ટ્રૈક્ટ અને લિવરમાં પણ એંજાઈમને ઉત્તેજીત થવામાં મદદ મળે છે. જેનાથી ખાવાનુ પચવામાં સરળતા રહે છે.
2. ઉંઘ લાવવામાં લાભદાયક - મીઠામાં રહેલ ખનીજ આપણી તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠુ, કોર્ટિસોલ અને એડ્રનલાઈન જેવા બે ખતરનાક સટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ મળે છે.