Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ
મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (00:13 IST)
શ્રી સત્યનારાયણ વ્રત કથા એટલે શ્રી સત્યનારાયણ કથા અને સત્ય ભગવાનનું સ્વરૂપ છે એમ માનીને પૂજા કરવામાં આવે છે. ભગવાનની કથા શરૂ કરતા પહેલા વિધિ મુજબ વિશેષ પૂજા કરવામાં આવે છે, પૂર્ણિમાના દિવસે, અમાવસ્યા, રવિવાર, ગુરુવાર, સંક્રાંતિના દિવસે અને અન્ય તહેવારોમાં કથાનું આયોજન કરવાનો શાસ્ત્ર આધારિત નિયમ છે. શ્રી સત્યનારાયણ જી કથા પહેલા કરવામાં આવતી વૈદિક પૂજા વિધિ જાણો.
હવે પૂજા માટે ભગવાન સત્યનારાયણનો ફોટો અથવા મૂર્તિને એક બાજટ પર પીળા કે લાલ રંગનુ કપડુ પાથરીને સ્થાપિત કરો. આસનની(કપડુ પાથર્યુ છે તે) જમણી બાજુ તેલનો દીવો અને ડાબી બાજુ ઘીનો મોટો દીવો લગાવો. આસનની મધ્યમાં નવગ્રહોની સ્થાપના કરો. હવે ભગવાનના આસનની બરાબર સામે કુશ ચટાઈ પર બેસી જાઓ અને નીચે આપેલ સૂચનાઓ મુજબ પૂજા શરૂ કરો.
1- પવિત્રીકરણ
સૌ પ્રથમ, તમારા ડાબા હાથમાં પાણી લો અને નીચે આપેલા મંત્રનો પાઠ કરતી વખતે તમારા જમણા હાથની અનામિકા આંગળી, મધ્ય આંગળી અને અંગૂઠાથી તમારા પર પાણીનો છંટકાવ કરો.
મંત્ર
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा ।
यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ॥
पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं, पुनः पुण्डरीकाक्षं ।
2- પૃથ્વી પૂજા (પૃથ્વીની પૂજા વિધિ)
નીચે આપેલા મંત્રનો પાઠ કરતી વખતે હળદર, કંકુ, અક્ષત અને ફૂલથી પૂજા કરો.
ॐ पृथ्वी त्वया घता लोका देवि त्वं विष्णुना धृता ।
त्वं च धारय मां देवि पवित्रं कुरु च आसनम् ॥
3- શ્રી સત્યનારાયણની પૂજા શરૂ
ધ્યાનઃ- હાથમાં ચોખા અને ફૂલ લઈને ભગવાન સત્યનારાયણનું ધ્યાન કરો
ॐ श्री सत्यनारायणाय नमः, पुष्पं पुष्पमालां च समर्पयामि ।
દુર્વા – ભગવાનને દુર્વા અર્પિત કરો
दूर्वांकुरान् सुहरितानमृतान् मंगलप्रदान् ।
आनीतांस्तव पूजार्थं गृहाण परमेश्वर ॥
ॐ श्री सत्यनारायणाय नमः, दूर्वांकुरान् समर्पयामि ।
ધૂપ, દીપ – ભગવાનને ધૂપ કરો અને દિવો પ્રગટાવો
वनस्पतिरसोद्भूतो गन्धाढ्यः गन्ध उत्तमः ।
आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॥
साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया ।
दीपं गृहाण देवेश ! त्रैलोक्यतिमिरापहम् ॥
ॐ श्री सत्यनारायणाय नमः, धूपं, दीपं दर्शयामि ।
નૈવેદ્ય - ભગવાનને મીઠાઈ અર્પણ કરો.
(પંચમિષ્ઠાન અને ડ્રાયફ્રૂટ્સ અર્પણ કરો)
शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च ।
आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम् ॥
ॐ श्री सत्यनारायणाय नमः, नैवेद्यं निवेदयामि ।
ઋતુફળ – ભગવાનને કેળા, કેરી, સફરજન વગેરે ફળ અર્પિત કરો
फलेन फलितं सर्वं त्रैलोक्यं सचराचरम् ।
तस्मात् फलप्रदादेन पूर्णाः सन्तु मनोरथाः ॥
ॐ श्री सत्यनारायणाय नमः, ऋतुफलं निवेदयामि। मध्ये आचमनीयं जलं उत्तरापोऽशनं च समर्पयामि ।
પાનનુ બીડુ – ભગવાનને પાન સોપારી અર્પિત કરો
पूगीफलं महद्दिव्यं नागवल्लीदलैर्युतम् ।
एलालवंगसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ॥
ॐ श्री सत्यनारायणाय नमः, मुखवासार्थे ताम्बूलं समर्पयामि ।
દક્ષિણા - તમારી કમાણીમાંથી કેટલાક પૈસા ભગવાનને અર્પણ કરો.
हिरण्यगर्भ गर्भस्थं हेमबीजं विभावसोः ।
अनन्तपुण्यफलदमतः शान्तिं प्रयच्छ मे ॥
ॐ श्री सत्यनारायणाय नमः, दक्षिणां समर्पयामि ।
પૂજા પૂર્ણ થયા પછી, ભગવાન શ્રી સત્યનારાયણની કથા જાતે પાઠ કરો કે સાંભળો અથવા લાયક બ્રાહ્મણ પાસેથી સાંભળો. કથાની સમાપ્તિ પછી ભગવાન સત્યનારાયણની આરતી કરો. આરતી પછી મંત્ર અને ફૂલની માળા ચઢાવો. અંતે, શાંતિનો પાઠ કર્યા પછી, ભગવાન સત્યનારાયણને ક્ષમાની લાગણી સાથે વિદાય આપો.