Share Market - પહેલીવાર 66 હજારને પાર ગયુ sensex, નિફ્ટી પણ 19,566ના ઉચ્ચા સ્તર પર

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2023 (10:32 IST)
Share Market Up - શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે (13 જુલાઇ) નવી ઓલ-ટાઇમ હાઈ સર્જાઈ છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,043 અને નિફ્ટી 19,566ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 170 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
 
અગાઉ સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,667 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો વધારો થયો હતો. તે 19,495ના સ્તરે ખુલ્યો હતો. રૂચી સોયાના શેરમાં આજે 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
બજારમાં તેજીના 5 કારણો
 
- ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે.
- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.
- ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, તેનાથી બજારને ટેકો મળ્યો છે.
- વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે.
 
આજથી HDFC શેર ટ્રેડિંગ બંધ
ગઈકાલે એટલે કે 12 જુલાઈએ HDFC શેર ટ્રેડિંગનો છેલ્લો દિવસ હતો. તેની સ્થાપનાના 45 વર્ષ પછી, HDFC એ જ બેંક સાથે સંપૂર્ણ રીતે મર્જ થઈ ગ ગઈ  જેને 1994માં તેણે પોતાની સબ્સીડીયરી તરીકે શરૂ કરી હતી. HDFC સવારે 10 વાગ્યાની આસપાસ રૂ. 2770ની ઉપર 1% ટ્રેડ કરી રહ્યો હતો. સાથે જ  તેનો શેર રૂ. 15.35 એટલે કે 0.56% ઘટીને રૂ. 2,732 પર બંધ થયો હતો.
 
જૂનમાં છૂટક મોઘવારી 4.81% પર પહોંચ્યો હતો
જૂનમાં છૂટક મોઘવારી 4.81% પર પહોંચી ગઈ છે. મે મહિનામાં તે ઘટીને  25 મહિનાના નીચલા સ્તર 4.25 ટકાએ આવી હતી,  શાકભાજીના ઊંચા ભાવને કારણે જૂનમાં મોંઘવારી વધી હતી.  ચોમાસાના વરસાદથી પાકને નુકસાન થયું છે, જેનાથી ભાવમાં વધારો થયો છે.

સંબંધિત સમાચાર

Next Article