શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. આ સાથે આજે બજારમાં ઘણા શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં આજે 400થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં આજે 100 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી હતી અને બજાર પ્લસમાં બંધ થયું હતું.