Share Marketમાં તેજી, તોફાની વૃદ્ધિ સાથે Sensex 65000 ને પાર, આજે તમને આ શેરોમાં કમાણી કરવાની મળશે તક

સોમવાર, 3 જુલાઈ 2023 (10:29 IST)
Sensex At All Time High - શેરબજારમાં રેકોર્ડ બનાવવાનો દિવસ આજે ફરી ચાલુ રહ્યો છે. ગયા અઠવાડિયે તેની સર્વકાલીન ઉંચી સપાટી બનાવ્યા બાદ, સેન્સેક્સ ફરી એકવાર 250 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો અને ઈતિહાસમાં પ્રથમ વખત 65000 ની સપાટી વટાવી ગયો. આ સાથે નિફ્ટી પણ 90 પોઈન્ટ વધીને 19,281 પર પહોંચ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 22 શેર લીલા નિશાનમાં છે.
 
આજે મુખ્ય શેરોની વાત કરીએ તો અલ્ટ્રાટેક, મહિન્દ્રા, HDFC, HDFC બેંક, ટાટા મોટર્સ અને SBI સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ પાવર ગ્રીડ, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા અને મારુતિના શેરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
 
બજારમાં ઉછાળો આવાના કારણ 
 
- ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે.
- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.
- ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, તેનાથી બજારને ટેકો મળ્યો છે.
-  વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે.
 
આ શેરોમાં આજે જોવા મળશે હલચલ 
 
- HDFC લિમિટેડને તેની પેટાકંપની HDFC બેંક સાથે મર્જ કરવામાં આવ્યું છે, HDFC લિમિટેડ માટેની ટ્રેડિંગ વિન્ડો મર્જરની તારીખ 13 જુલાઈ, 2023ના રોજ બંધ છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP Plc એ MJ ફિલ્ડમાંથી ઉત્પાદન શરૂ કર્યું છે, જે બ્લોક KG D6માં છેલ્લું ડીપ વોટર ડેવલપમેન્ટ છે.
- Hero MotoCorpએ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જૂન 2023માં વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો.
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ ફાયનાન્સિયલ ઓફિસરે રાજીનામું આપ્યું છે અને બેંકના સેન્ટ્રલ બોર્ડમાં ચાર ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે.
- તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે રોકડ થાપણો અને ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની વિગતો રેકોર્ડ કરી નથી.
- મારુતિ સુઝુકીના કુલ જથ્થાબંધ વેચાણમાં પાછલા વર્ષની સરખામણીએ જૂન 2023માં 2%નો વધારો થયો છે.
- બેન્ક ઓફ બરોડા થવાથ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ લિમિટેડમાં તેની 49% હોલ્ડિંગ વેચવાની યોજના ધરાવે છે.
- ટાટા મોટર્સે જૂન 2023માં સ્થાનિક વેચાણમાં 1% વૃદ્ધિ નોંધાવી છે
- Zomatoએ 'Zomato Food Trends' લોન્ચ કર્યું છે, જે રેસ્ટોરન્ટના ભાગીદારો માટે ડેટા આધારિત નિર્ણયો લેવા માટે એક ડેટા પ્લેટફોર્મ છે.
- સિમેન્સ લિમિટેડે રૂ 38 કરોડમાં માસ-ટેક કંટ્રોલ્સના ઇલેક્ટ્રિક વાહન વિભાગનું સંપાદન પૂર્ણ કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર