Petrol Diesel 25 June: આજે નથી વધી પેટ્રોલ-ડિઝલની કિમંત, 29 દિવસોમાં 7.36 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ

Webdunia
શુક્રવાર, 25 જૂન 2021 (11:15 IST)
ઓઇલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કિંમતોમાં કોઈ ફેરફાર ન થતાં દિલ્હીમાં પેટ્રોલનો  રૂ.. 97.76 અને ડીઝલનો ભાવ રૂ.. 88.30 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.  29 મેના રોજ મુંબઇ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત 100 રૂપિયાને પાર ગયો, ત્યારે પેટ્રોલનો ભાવ ગુરુવારે 103.89 રૂપિયા પ્રતિ લીટરની નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. શહેરમાં ડીઝલની કિંમત પણ 95.79 રૂપિયા પ્રતિ લીટર છે, જે મહાનગરોમાં સૌથી વધુ છે.
 
ચેન્નઇમાં પેટ્રોલ હવે પ્રતિ લિટર 98.88 રૂપિયા અને ડીઝલ 92.89 રૂપિયા પ્રતિ લિટર પર મળી રહ્યુ છે. કોલકાતામાં પેટ્રોલ 97.63 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
 
29 દિવસમાં પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘુ થયુ 
 
દેશના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને લદાખ) માં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયું છે. મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા મેટ્રો શહેરોમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે અને હવે ચેન્નઈમાં પણ રેટ આ દિશામાં આગળ વધી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article