ટેક્સપેયર્સ માટે માટે ખુશખબર, હવે સપ્ટેમ્બર સુધી ભરી શકશો ઇનકમ ટેક્સ રિટર્ન

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (07:54 IST)
કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવાની એની કટિબદ્ધતાને જાળવી રાખીને વિવિધ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આવકવેરા ધારા, 1961 (અહીં હવે પછી “કાયદા” તરીકે ઉલ્લેખ થયો છે) અંતર્ગત નીતિનિયમોનું પાલન કરવા માટે નીચેના કિસ્સાઓમાં સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો છે, જે નીચે મુજબ છેઃ
 
આવકવેરાના નિયમો, 1962 (અહીં હવે પછી “નિયમો” તરીકે ઉલ્લેખ થયો છે)ના નિયમ 114ઇ મુજબ અને એ અંતર્ગત જાહેર થયેલી વિવિધ અધિસૂચના મુજબ, 31 મે, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવા જરૂરી નાણાકીય વર્ષ 2020-21 માટે નાણાકીય વ્યવહારોનું નિવેદન (એસએફટી) હવે 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 114જી હેઠળ 31 મે, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવું જરૂરી કેલેન્ડર વર્ષ 2020 માટેનું રિપોર્ટેબલ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 31એ હેઠળ 31 મેના રોજ કે એ અગાઉ રજૂ કરવું જરૂરી નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળા માટેનું કરવેરાની કપાતનું નિવેદન 30 જૂન, 2021ના રોજ કે અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 31 હેઠળ કર્મચારીએ ફોર્મ નંબર 16માં સ્ત્રોત પર કરકપાત (ટીડીએસ)નું સર્ટિફિકેટ 15 જૂન, 2021 સુધી રજૂ કરવું જરૂરી હતી, જેને હવે 15 જુલાઈ, 2021ના રોજ કે અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 30 અને નિયમ 37સીએ મે, 2021ના મહિના માટે ફોર્મ નંબર 24જીમાં ટીડીએસ/ટીસીએસ બુક એડજસ્ટમેન્ટ સ્ટેટમેન્ટ 15 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જેને હવે 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 33 હેઠળ નાણાકીય વર્ષ 2020-21 માટે માન્ય સેવાનિવૃત્તિ ભંડોળના ટ્રસ્ટીઓ દ્વારા ચુકવવામાં આવેલા પ્રદાનમાંથી કરકપાતનું નિવેદન 31 મે, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જે હવે 30 જૂન, 2021ના રોજ કે અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 12સીબી અંતર્ગત અગાઉના વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 64ડીમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા એના યુનિટધારકને ચુકવેલી કે જમા કરેલી આવકનું નિવેદન 15 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જે હવે 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
 
નિયમોના નિયમ 12સીબી અંતર્ગત અગાઉના વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 64સીમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા એના યુનિટધારકને ચુકવેલી કે જમા કરેલી આવકનું નિવેદન 30 જૂન, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરવાની જરૂર હતી, જે હવે 15 જુલાઈ, 2021ના રોજ કે એ અગાઉ રજૂ કરી શકાશે.
 
કાયદાની કલમ 139ની પેટાકલમ (1) અંતર્ગત આકારણી વર્ષ 2021-22 માટે આવકનું રિટર્ન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2021 હતી, જેને લંબાવીને 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.
 
કાયદાની કોઈ પણ જોગવાઈ હેઠળ અગાઉના વર્ષ 2020-21 માટે ઓડિટનો રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2021 છે, જેને લંબાવીને 31 ઓક્ટોબર, 2021 કરવામાં આવી છે.
 
કાયદાની જોગવાઈ 92ઇ અંતર્ગત અગાઉના વર્ષ 2020-21 માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર કે ચોક્કસ સ્થાનિક નાણાકીય વ્યવહાર કરનાર વ્યક્તિઓ દ્વારા એકાઉન્ટન્ટ પાસેથી રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2021 છે, જેને લંબાવીને 30 નવેમ્બર, 2021 કરવામાં આવી છે.
 
કાયદાની કલમ 139ની પેટાકલમ (1) અંતર્ગત આકારણી વર્ષ 2021-22 માટે આવકનું રિર્ટન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2021 છે, જેને લંબાવીને 30 નવેમ્બર, 2021 કરવામાં આવી છે.
 
કાયદાની કલમ 139ની પેટાકલમ (1) અંતર્ગત આકારણી વર્ષ 2021-22 માટે આવકનું રિટર્ન રજૂ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 છે, જેને લંબાવીને 31 ડિસેમ્બર, 2021 કરવામાં આવી છે.
 
કાયદાની કલમ 139 હેઠળ પેટાકલમ (4)/પેટાકલમ (5) અંતર્ગત આકારણી વર્ષ 2021-22 માટે આવકનું મોડું/સંશોધિત રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે, જેને લંબાવીને 31 જાન્યુઆરી, 2022 કરવામાં આવી છે.
 
અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ઉપરોક્ત મુદ્દા (ix), (xii) અને (xiii)ના સંદર્ભ સ્વરૂપે લંબાવેલી તારીખો કાયદાની કલમ 234એની સ્પષ્ટતા 1ને લાગુ પડશે નહીં, એવા કિસ્સાઓમાં જેમાં એ કલમની પેટાકલમ (1)ની જોગવાઈઓ (i)થી (vi) જોગવાઈઓમાં સ્પષ્ટતા કર્યા મુજબ રકમ દ્વારા કરેલા ઘટાડા મુજબ કુલ આવક પર કરવેરાની રકમ એક લાખ રૂપિયાથી વધારે હોય. ઉપરાંત કાયદાની કલમ 207ની પેટાકલમ (2)માં સંદર્ભિત ભારતમાં રહેવાસી વ્યક્તિના કિસ્સામાં નિયત તારીખ (એક્ષ્ટેન્શન વિના)ની અંદર કાયદાની કલમ 140એ હેઠળ તેમના દ્વારા ચુકવવામાં આવેલા કરવેરાને આગોતરો કરવેરો ગણવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article