Labh Panchami 2024 Wishes in Gujarati - આ દિવસને ગુજરાતી લોકો નવા દિવસ તરીકે ઉજવે છે અને લાભ પાંચમના દિવસે નવા વેપારની શરૂઆત કરે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ તહેવારને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારમાં લાભ અને જીવનમાં પુણ્ય કમાવવાનો છે. આ જ કારણ છે કે આ દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. લાભ પંચમીના દિવસે ગુજરાતી વેપારીઓ દિવાળીના તહેવારની રજાઓ પછી પોતાના વેપારની શુભ શરૂઆત કરે છે. એવી ધારણા છે કે લાભ પાંચમે વેપાર શરૂ કરવાથી આખુ વર્ષ લાભ થાય છે. જો તમે તમારા સગાવહાલા, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા મોકલવા માંગો છો તો અમે લાવ્યા છીએ અહી કેટલાક શુભેચ્છા સંદેશ.