જય જય જીવંતિકામા
બ્રાહ્મણી કેરા બાળની રક્ષા તે કીધી, મા રક્ષા તે કીધી
આપ્યું રાજસિહાસન (૨) સુખ સંપત્તિ કીધી, જય જય જીવંતિકા...
લેખ વિધિના પળમાં (૨) બદલી તે નાંખ્યા જય જય જીવંતિકા
બાળક મારાં બંને માતાજી સંભાળે હા, મા તું સાંભળે
દેશ અને પરદેશ, અંધારે અજવાળે જય જય જીવંતિકા
મારી આ વિનંતી કાને માતા ધરો હા કાને માતા ધરજો