મા જૈસી બનેગી બેટી - ઈંટરનેશનલ મહિલા દિવસ પર વિરાટ કોહલીનો મેસેજ જીતી લેશે તમારુ દિલ

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (12:43 IST)
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ સોમવારે ઈંટરનેશનલ મહિલા દિવસના અવસર પર પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકાની એક ફોટો શેયર કરી છે. આ ફોટોમાં વામિકાને જોતા અનુષ્કા હસતી જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શનમાં વિરાટે લખ્યુ છે કે બાળકોને જન્મ આપતા જોવુ સહેલી વાત નથી. આ કોઈને માટે અવિશ્વસનીય અને આશ્ચર્યજનક એક્સપીરિયંસ હોઈ શકે છે. જ્યારે તમે તેને જુઓ છો તો તમે મહિલાઓની અસલી તાકત અને દિવ્યતાને સમજો છો અને તમે સમજી શકો છો કે ભગવાને તેમની અંદર જીવન કેમ બનાવ્યુ છે. 

 
વિરાટે આગળ લખ્યુ કે, 'આવુ એ માટે કારણ કે તે આપણા લોકોની તુલનામાં વધુ મજબૂત છે. મારા જીવનની સૌથી મજબૂત અને સોફ્ટ દિલવાળી મહિલાને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે જ તેને પણ શુભેચ્છા જે પોતાની માતાની જેમ જ બનવાની છે.  દુનિયાની બધી અદ્દભૂત મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા... 
 
ઉલ્લેખનીય છે કે કોહલી અને અનુષ્કા આ વર્ષે જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા અને બંનેયે આ વાતની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર આપી હતી. અનુષ્કા શર્માએ ઈંસ્ટાગ્રામ પર વિરાટ અને  પોતાની પુત્રી સાથે ફોટ શેયર કરતા લખ્યુ, "આપણે પ્રેમ કરતા એક સાથે રહ્યા, આપણો પ્રેમ અને વિશ્વાસ વામિકા ના આવવાથી એક નવી દિશા મળી છે.  થોડાક જ મિનિટમાં આંસૂ. ખુશી, ચિંતા અને આનંદ દરેક વસ્તુનો એહસાસ થયો. આપણી ઉંઘ ગાયબ છે પણ દિલ ભરેલુ છે. આપ સૌના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે દિલથે આભાર. 
\\\
 
વિરાટ અને અનુષ્કા દ્વારા પુત્રીનુ મુકવામાં આવેલુ નામ વામિકા ફેન્સને ખૂબ ગમ્યુ આવ્યુ હતુ. પોતાના પ્રથમ બાળકોના જન્મને કારણે જ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ પૈટરનિટી લીવ પર ઓસ્ટ્રેલ્યાનો પ્રવાસ વચ્ચે જ છોડીને ભારત પરત આવ્યા હતા. કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી હરાવતા બોર્ડર ગાવસ્કર ટ્રોફીને સતત બીજીવાર પોતાને નામ કરી હતી. 

સંબંધિત સમાચાર

Next Article