ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું, સિરીઝને 3-1થી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું

શનિવાર, 6 માર્ચ 2021 (19:03 IST)
ટીમ ઈન્ડિયાએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ત્રીજા જ દિવસે 1 ઈનિંગ અને 25 રને હરાવ્યું છે. આ સાથે જ 4 ટેસ્ટની સિરીઝને 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલનમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલ 18 જૂનના રોજ લોડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત ટકરાશે.ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. 
 
રોહિત આ સિરીઝમાં સૌથી વધારે 345 રન બનાવનાર ભારતીય રહ્યો. પંતે 270 રન બનાવ્યા હતા. પ્રથમવાર રમાઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. તેણે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. 
 
ઈંગ્લેન્ડ 11 જીત સાથે બીજા નંબરે રહી.ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે.રવિચંદ્રન અશ્વિન પહેલો ભારતીય બન્યો છે જેણે ટેસ્ટ શ્રેણીમાં 2 વાર 30થી વધુ વિકેટ લીધી હોય. આ પહેલાં તેણે 2015-16માં દક્ષિણ આફ્રિકા સામે 4 ટેસ્ટમાં 31 વિકેટ લીધી હતી. તે સિવાય બિશનસિંહ બેદી, કપિલ દેવ, બી. ચંદ્રશેખર, એસ. ગુપ્તે, હરભજન સિંહ અને એચ. માંકડ એક શ્રેણીમાં 30 વિકેટ લઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય બે વાર શ્રેણીમાં 30 અથવા તેથી વધુ વિકેટ લીધી હોય તેવું બન્યું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર