LIVE IND vs ENG, 4th Test Day-3: આર. અશ્વિન અને અક્ષર પટેલની જોડીની કમાલ, દાવ અને 25 રનથી જીતી ભારતે ચોથી ટેસ્ટ

શનિવાર, 6 માર્ચ 2021 (16:00 IST)
ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 3-1થી જીતી લીધી. ભારત તરફથી અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
 
-ઓફ સ્પિનર ​​આર અશ્વિને ઇંગ્લેન્ડની ટીમને સતત બે ઝટકા આપતાં ટીમને વધુ મજબુત બનાવી હતી. જોની બેયરસ્ટો પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહી અને શૂન્ય રન પર આઉટ થઈ ગયા. 

- લંચ પહેલાંના અંતિમ બોલમાં સિરાજના બોલને ઝેક ક્રોલેએ ડ્રાઈવ કર્યો હતો. સિરાજે પોતાના ફોલો-થ્રુમાં બોલને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે ડાબી બાજુ મીની ડાઈવ જેવો એફર્ટ આપ્યો અને બોલને રોક્યો. પરંતુ તેને અંગુઠામાં બોલ વાગ્યો. ટીમ ફિઝિયો તરત બહાર આવ્યો હતો. હવે જોવાનું રહેશે કે સિરાજ લંચ બ્રેક પછી તરત જ મેદાન પર પરત ફરે છે કે નહિ.

- - ત્રીજા દિવસના લંચ વિરામ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમત શરૂ થઈ છે. ઇંગ્લેન્ડ માટે, ડોમિનિક સિબ્લી અને જૈક ક્રોઉલીની જોડી ક્રીઝ પર અણનમ છે.
 

 
- ભારત ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ઇનિંગ્સમાં 365 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ટીમને પ્રથમ દાવના આધારે 160 રનની મજબૂત લીડ છે. જોકે, વોશિંગ્ટન સુંદર કમનસીબ હતો અને તેની પ્રથમ સદી ચાર રનથી ગુમાવી દીધી હતી.

04:06 PM, 6th Mar
- ભારતે ચોથી ટેસ્ટ મેચ ઈનિંગ્સ અને 25 રને જીતી હતી. શ્રેણી તેના નામ પર 3-1થી બનાવી.

- 54.2 ઓવરમાં અશ્વિનની બોલ પર  જૈક લીચ આઉટ. ભારત હવે વિજયથી માત્ર એક વિકેટ દૂર છે
- - 53.2 ઓવરમાં ડેનિયલ લોરેન્સે એક બોલની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. ઇંગ્લેન્ડનો સ્કોર 134/8, લોરેન્સ 50 અને લીચ 2  રન બનાવીને રમત રમી રહ્યા છે. 

02:45 PM, 6th Mar
 - 37 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર 98/6, લોરેન્સ 24 અને બેન ફોક્સ 8 રને રમી રહ્યા છે.
-  બપોરે: ટી વિરામ પછી રમત શરૂ થાય છે. મેચ જીતવા માટે ભારતને ચાર વિકેટની જરૂર છે. ઇંગ્લેન્ડ તરફથી લોરેન્સ અને બેન ફોક્સ ક્રીઝ પર છે.


02:42 PM, 6th Mar

રવિચંદ્રન અશ્વિન પહેલો ભારતીય બન્યો છે જેણે ટેસ્ટ શ્રેણીમાં 2 વાર 30થી વધુ વિકેટ લીધી હોય. આ પહેલાં તેણે 2015-16માં દક્ષિણ આફ્રિકા સામે 4 ટેસ્ટમાં 31 વિકેટ લીધી હતી. તે સિવાય બિશનસિંહ બેદી, કપિલ દેવ, બી. ચંદ્રશેખર, એસ. ગુપ્તે, હરભજન સિંહ અને એચ. માંકડ એક શ્રેણીમાં 30 વિકેટ લઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય બે વાર શ્રેણીમાં 30 અથવા તેથી વધુ વિકેટ લીધી હોય તેવું બન્યું નથી.
 
અશ્વિને પોતાની પ્રથમ ઓવરમાં જ ઇંગ્લેન્ડના ઝેક ક્રોલે અને જોની બેયરસ્ટોને ઉપરાઉપરી ચોથા અને પાંચમા બોલે આઉટ કર્યા હતા. ક્રોલે 5 રનના વ્યક્તિગત સ્કોરે સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો.જ્યારે તે પછી બેયરસ્ટો શૂન્ય રને રોહિત ના હાથે કેચ આઉટ થયો હતો. જો રૂટે હેટ્રિક બોલ પર સ્કવેર લેગ પર સિંગલ લીધો હતો. ઇંગ્લિશ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 23.5 ઓવરમાં 63 રનની ભાગીદારી કરી. એ પછીની સાત ઇનિંગ્સમાં કુલ 21.4 ઓવરમાં 39 રન કર્યા. જોની બેયરસ્ટો ભારત સામે છેલ્લી 5 ટેસ્ટમાં 6 વાર શૂન્ય પર આઉટ થયો છે. તેમજ છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ વાર ઝીરો પર આઉટ થયો છે.

12:59 PM, 6th Mar


- ભારતીય સ્પિનરોનો જાદુ ઈંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. બીજી ઇનિંગમાં ઇંગ્લિશ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાચાર જોવા મળી રહ્યા છે. ઇંગ્લેન્ડે 20 રનના સ્કોરે ડોમિનિક સિબ્લીની વિકેટ ગુમાવી દીધી. અક્ષર પટેલે તેને પેવેલિયન ભેગો કર્યો છે. 

- - ભારતના અનુભવી સ્પિનર ​​આર અશ્વિને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને પેવેલિયન મોકલીને ટીમને સૌથી મોટી વિકેટ અપાવી હતી. રુટ આ દાવમાં 72 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. આ સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 66-6 છે.

12:36 PM, 6th Mar
એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી
 
અશ્વિને પોતાની ઓવરમાં સતત બે બોલ પર ઈંગ્લેન્ડની 2 વિકેટ ઝડપી છે. પહેલા તેણે ઝેક ક્રાઉલી ને 5 રન પર અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ કર્યો હતો. ત્રીજા નંબર પર મેદાનમાં ઉતરેલા જોની બેયરસ્ટો પહેલા જ બોલ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર