Mayank Agarwal Admitted To ICU In Agartala: ભારતીય ક્રિકેટ ફેંસ માટે એક મોટા સમાચાર આવ્યા છે. એક ભારતીય ખેલાડીની તબિયત અચાનક બગડી છે. આ ખેલાડીને ઉતાવળમાં ICUમાં દાખલ કરવો પડ્યો. આ ખેલાડી ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે અને હાલમાં રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડીને કોઈ પ્રકારનો ખતરો નથી અને હાલ તેની હાલત સારી છે.
ત્રિપુરા વિરુદ્ધ રમી શાનદાર ઇનિંગ
ત્રિપુરા સામે રમાયેલી મેચમાં મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં કર્ણાટકનો 29 રને વિજય થયો હતો. આ મેચની પ્રથમ ઇનિંગમાં મયંક અગ્રવાલે 100 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 21 ટેસ્ટ અને 5 ODI મેચ રમી છે. આ ટેસ્ટ મેચોમાં તેના નામે 41.33ની એવરેજથી 1488 રન છે. તેણે અત્યાર સુધીમાં 5 હાફ સેન્ચુરી અને 4 સદી પણ ફટકારી છે. સાથે જ તેમણે વનડેમાં 17.2 ની સરેરાશથી માત્ર 86 રન બનાવ્યા છે. પરંતુ માર્ચ 2022 પછી તેમને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી.