સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે અભિનેત્રી સાથે કર્યા ત્રીજા લગ્ન

શનિવાર, 20 જાન્યુઆરી 2024 (13:54 IST)
- શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે કર્યા લગ્ન
- સાનિયા મિર્ઝાના પોસ્ટ દ્વારા ડાયવોર્સની અફવા વાયરલ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે.  છેલ્લા કેટલાક સમયથી શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા વચ્ચે ડાયવોર્સની અફવા ખૂબ વાયરલ થઈ રહી હતી. શોએબ મલિકે ત્રીજીવાર પોતાના લગ્નની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આપી. જેમા તે અને સના જાવેદ જોવા મળી રહ્યા છે.  શોએબે જે સના જાવેદ સાથે લગ્ન કર્યા તે પણ ડાયવોર્સી છે અને તે પાકિસ્તાનના અનેક ટીવી શો ઉપરાંત તે મ્યુઝિક વીડિયોમાં પણ આવી ચુકી છે. 

 
સાનિયા મિર્ઝાના પોસ્ટ દ્વારા ડાયવોર્સની અફવા થઈ હતી વાયરલ 
શોએબ મલિક સાથે સાનિયા મિર્ઝાના સંબંધ છેલ્લા કેટલાક સમયથી ખરાબ બતાવવામાં આવી રહ્યા હતા. બીજી બાજુ મલિકના ત્રીજા લગ્નના થોડા દિવસ પહેલા જ સાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી હતી જેમા તેણે લખ્યુ હતુ કે લગ્ન મુશ્કેલ છે.  ડાયવોર્સ મુશ્કેલ છે. તમારી મુશ્કેલી પસંદ કરો. વજન વધવુ મુશ્કેલ છે, ફિટ રહેવુ મુશ્કેલ છે. તમારી મુશ્કેલી પસંદ કરો. કર્જમાં ડુબવુ મુશ્કેલ છે, આર્થિક રૂપથી અનુશાસિત રહેવુ મુશ્કેલ છે, તમારી મુશ્કેલી પસંદ કરો. સંચાર મુશ્કેલ છે, સંવાદ ન કરવો મુશ્કેલ છે, તમારી મુશ્કેલી પસંદ કરો. જીવન ક્યારેય સરળ નથી હોતુ, તે હંમેશા મુશ્કેલ રહેશે, પણ આપણે આપણી મહેનત પસંદ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્જા અને શોએબ મલિકના લગ્ન 12 એપ્રિલ 2010માં થયા હતા. બીજી બાજુ શોએબની પહેલી પત્નીનુ નામ આયેશા સિદ્દીકી હતુ જેને શોએબે સાનિયા સાથે લગ્ન કર્યા બાદ ડાયવોર્સ આપ્યા હતા. 
 
 
શોએબ મલિકનુ આવુ રહ્યુ ઈંટરનેશનલ કરિયર 
શોએબ મલિએક વર્ષ 1999માં ઈંટરનેશનલ ક્રિકેટમાં પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ જ્યારબાદ તે એક સમયે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક રહ્યા. મલિકે ટેસ્ટ અને વનડેમાંથી એક બાજુ સંન્યાસ લઈ લીધો હતો તો બીજી બાજુ ટી20 ફોર્મેટમાં રમતો જોવા મળી રહ્યો છે. શોએબ મલિકે પાકિસ્તાની ટીમ માટે 287 વનડે મેચોમાં 34.56ની સરેરાશથી 7534 રન બનાવ્યા છે. તો બીજી બાજુ 35 ટેસ્ટ મેચમાં તેમણે 35.15ની સરેરાશથી 1898 રન બનાવ્યા છે. ટી20 ઈંટરનેશનલમાં શોએબ મલિકે 124 મેચમાં 31.22ની સરેરાશથી 2435 રન બનાવ્યા છે અને તેમા 9 હાફસેંચુરી રમતનો પણ સમાવેશ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર