ભારત વિરુદ્ધ અફગાનિસ્તાન ટી20 સીરિઝની અંતિમ મેચ ખૂબ રોમાંચક રહી. મેચ ટાઈ થયા બાદ ભારતે બીજી સુપર ઓવરમાં જીત નોંધાવી. મેચમાં અનેક એવા મોડ આવ્યા, જેને દર્શકોને ઉઠવા પણ ન દીધા. મેચની 17મી ઓવર ખૂબ યાદગાર રહી. આ ઓવરમાં વિરાટ કોહલીને બાઉંડ્રીની બહાર જઈ રહેલ બોલને કુદીને રોકવો, ભારતની જીત માટે ખૂબ મહત્વપૂર્ણ્ણ સાબિત થયો.
જાણો પુરો ઘટનાક્રમ
17મી ઓવર... અફગાનિસ્તાનને 20 બોલમાં 48 રનની જરૂર. અફગાનિસ્તાનના ખેલાડી ગુલબદીન નાઈબ અને કરીમ જનત ક્રિજ પર હાજર. ઓવર ભારતીય બોલર વોશિંગટન સુંદર પાસે. વોશિંગટને ઓવરની પાંચમી બોલ ફેકી. જનતે પુરી તાકતથી બોલનો સામનો કર્યો. બોલ હવામાં હતી. સિક્સરની આશા હતી. દર્શકોના શ્વાસ થંભી ગયા. ભારત માટે આ બોલ ખૂબ મહત્વપૂર્ણ હતી. ત્યારે કોહલીએ કમાલ બતાવી અને પુરી સ્ફુર્તિથી હવામાં ઉછળી ગયો અને સિક્સર જઈ રહેલ બોલને રોકી લીધી. કોહલીની સ્ફુર્તિ જોઈને ત્યા હાજર દર્શક ગોટ-ગોટ (G.O.A.T)બરાડવા લાગ્યા.
દર્શકે કહ્યુ - વિરાટની ફિલ્ડિંગ પણ લાજવાબ
દિલ્હીથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ જોવા પહોચેલ હિતેશે કહ્યુ કે તે ક્ષણ અમારે માટે યાદગાર હતી. ભારત માટે એક એક રન મહત્વનો હતો. આવામાં એક સિક્સ ભારત માટે પરેશાની બની શકતી હતી. બધા દર્શક પરેશાન હતા. આખુ પેવેલિયન શાંત હતુ. પણ ત્યારે વિરાટ સામે આવ્યા અને જે રીતે તેમણે બોલને રોક્યો, લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા. વિરાટે એકવાર ફરી સાબિત કરી દીધુ કે બેટિંગ સાથે તેની ફિલ્ડિંગ પણ લાજવાબ છે. એ રિયલ લાઈફમાં 'ગોટ' છે.
સોશિયલ મીડિયા પર પણ કોહલીના વખાણ
સોશિયલ મીડિયા પર પણ વિરાટના આ અંદાજના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરનુ કહેવુ છે કે વિરાટ કોહલી હંમેશા મને સારુ કરવાની પ્રેરણા આપે છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર વિરાટના ફિટનેસને લઈને પણ ચર્ચા વધી ગઈ છે.