IND vs AFG: ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાનો જામ્યો રંગ, બીજી T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

રવિવાર, 14 જાન્યુઆરી 2024 (23:14 IST)
India vs Afghanistan 2nd T20 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રમાઈ. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે 2-0થી આગળ છે. ભારત માટે આ મેચમાં શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ હીરો હતા. બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાનના બોલરોને સંપૂર્ણ રીતે હરાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયા 173 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. જેને આ બંને બેટ્સમેનોની જોરદાર ઇનિંગ્સના આધારે ખૂબ જ સરળતાથી ચેઝ કરી લીધો. 
 
ટીમ ઈન્ડિયાએ શ્રેણી કબજે કરી  
ટીમ ઈન્ડિયાએ સતત બીજી મેચ જીતીને સીરીઝ પર પણ કબજો કરી લીધો છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ગુલબદ્દીન નાયબે 35 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ગુલબદ્દીન નાયબે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ્સે આ લક્ષ્યને નાનું બનાવી દીધું હતું. યશસ્વી જયસ્વાલે 68 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબે 63 રન બનાવીને અણનમ રહ્યો હતો.

વિરાટ કોહલીનું કમબેક 
અફઘાનિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીએ 14 મહિનાની પછી T20 ઈન્ટરનેશનલમાં કમબેક કર્યું. તેણે આ મેચમાં 16 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. વિરાટ કોહલી ઉપરાંત ફેન્સને પણ આ મેચમાં રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગની આશા હતી કારણ કે તે પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ મેચમાં પણ તે શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો . આ શ્રેણી બંને ખેલાડીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે.

બોલરોનું પ્રદર્શન
મેચની પ્રથમ ઇનિંગમાં બોલરોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેઓએ અફઘાનિસ્તાનને બેટિંગ પિચ પર 172 રન બનાવવા દીધા. આ દરમિયાન અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શિવમ દુબેએ સફળતા મેળવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર