મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની રોહિત શર્મા કરશે? રીપોર્ટસમાં ખુલાસો

શનિવાર, 23 ડિસેમ્બર 2023 (16:12 IST)
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે કંઈ જ યોગ્ય થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. પ્રથમ, રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ફેન્સ મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટથી નિરાશ થયા છે. હવે ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જે મુજબ હાર્દિક માટે IPL 2024માં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યાના આ અપડેટ બાદ ચાહકોને આશા છે કે રોહિત શર્મા ફરીથી ટીમની કપ્તાની સંભાળી શકે છે.
 
IPL 2024 કેમ મિસ કરી શકે છે પંડ્યા
 
હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા દિવસોથી સુકાનીપદ મળવાના કારણે ચર્ચામાં છે. હવે તેના સંબંધમાં એક મોટા અપડેટે તેના વિશેની ચર્ચા ફરી તેજ કરી છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.  પગની ઈજાના કારણે હાર્દિકને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તે હજુ સુધી તે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. તે છેલ્લી વખત બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન એક્શનમાં જોવા મળ્યો હતો અને તે જ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
 
અફઘાનિસ્તાન ટી20 સીરીઝ પહેલા હાર્દિકના સ્વસ્થ થવાની અપેક્ષા હતી, પરંતુ પીટીઆઈના અહેવાલ મુજબ, ઓલરાઉન્ડર માટે ટી20 શ્રેણી અને આઈપીએલ બંનેનો ભાગ બનવું મુશ્કેલ છે. પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહ્યું કે હાર્દિકની ફિટનેસ સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી અને તે ક્યારે પુનરાગમન કરી શકશે તે કહેવું મુશ્કેલ છે.
 
બધાની નજર રોહિત પર
 
હાર્દિકને તાજેતરમાં IPL માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેનાથી રોહિત શર્માની કેપ્ટનશિપનો વારસો સમાપ્ત થયો હતો. રોહિતના આ ફોર્મેટમાંથી બહાર થયા બાદ હાર્દિકે ટી20 ઈન્ટરનેશનલમાં પણ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ તે ફિટ ન હોવાથી
સૂર્યકુમાર યાદવ ભારતની T20 ટીમના કેપ્ટન છે. જો કે, સૂર્યા પર પણ એક મોટું અપડેટ છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર