IPL 2024 માટે દુબઈમાં હરાજી શરૂ થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટ્રેવિસ હેડને 6.80 કરોડ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કર્યા છે. જ્યારે હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમે રોવમેન પોવેલને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. તે જ સમયે, ભારતના સ્ટાર બેટ્સમેન કરુણ નાયર અને મનીષ પાંડેને કોઈ ખરીદદાર મળ્યો નથી.
મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો
મિચેલ સ્ટાર્ક IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને 24 કરોડ 75 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ખરીદ્યો છે.
મિશેલ સ્ટાર્ક માટે બિડિંગ યુદ્ધ ચાલી રહ્યું છે
મિશેલ સ્ટાર્કને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બોલીની લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેના પર 21 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
- ઉમેશ યાદવને મળી મોટી રકમ
ગુજરાત ટાઈટંસ સ્ટાર બોલર ઉમેશ યાદવને 5.8 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. ઉમેશ જરૂર હોય ત્યારે વિકેટ લેવા માટે જાણીતા છે.