કલકત્તા - ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળી લટકતી લાશ

સોમવાર, 18 ડિસેમ્બર 2023 (13:10 IST)
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં સોમવારે સવારે એક મૃતદેહ લટકેલો મળ્યો. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ સ્ટેડિયમ બ્લોકમાથી મળ્યો. મૃતકની ઓળખ 21 વર્ષીય ધનંજય બારિકના રૂપમાં કરવામાં આવી છે. જે શહેરના જાણીતા સ્ટેડિયમ ગ્રાઉંડ સ્ટાફ કર્મચારી ગણેશ ચંદ્ર બારિકનો પુત્ર હતો. 
 
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં સોમવારે સવારે એક મૃતદેહ લટકેલો મળી આવ્યો. સૂત્રોએ જણાવ્યુ કે મૃતદેહ સ્ટેડિયમના બ્લોકમાંથી મળ્યો. મૃતકની ઓળખ 21 વર્ષીય ધનંજય બારિકના રૂપમાં કરવામાં આવી છે. જે શહેરના જાણીતા સ્ટેડિયમના ગ્રાઉંડ સ્ટાફ કર્મચારી ગણેશ ચંદ્ર બારિકનો પુત્ર હતો ઘનંજય ઓડિશાનો રહેનારો હતો. 
  
કેસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે સવારે લગભગ 8 વાગ્યે લાશ લટકતી હાલતમાં મળી હતી, ત્યારબાદ કોલકાતા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મેદાન પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે એસએસકેએમ હોસ્પિટલમાં મોકલી આપ્યો. આજે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
 
આ અંગે મેદાન પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને શહેર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કોલકાતા પોલીસના સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર