- કન્નડ અભિનેતા ધ્રુવ સર્જા અને તેમની પત્ની પ્રેરણા શંકરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ બન્નેને ઇલાજ માટે બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધ્રુવ, ચિરંજીવી સર્જાના નાના ભાઇ છે. ચિરંજીવીને કાર્ડિયાક અરેસ્ટના કારણે 7જૂને નિધન થયું હતું. ધ્રુવ સર્જાએ પત્ની અને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વિટ કરી આપી છે.
07:11 PM, 16th Jul
શુટિંગ શરૂ થતા જ ટીવી સ્ટાર્સ અને ફિલ્મ કલાકારો પર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રિયાલીટિ શો બિગ બોસ 13ની કંટેસ્ટેંટ અને પ્રખ્યાત પંજાબી ગાયિકા હિમાંશી ખુરાનાનું નામ જોડાઇ ગયું છે. ગત કેટલાક દિવસથી હિમાંશીની તબિયત ખરાબ છે. હવે તેને પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો છે.
07:08 PM, 16th Jul
ફરહાન અખ્તરના ઘર સુધી પહોંચ્યો છે
- કોરોના વાયરસ ધીમે ધીમે બોલિવૂડ સ્ટાર્સને પણ સંકજામાં લઈ રહ્યો છે હવ કોરોના બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરના ઘર સુધી પહોંચ્યો છે. જે બાદ ફેન્સમાં ચિંતાનો માહોલ છે. ફરહાન અખ્તરના બાંદ્રા સ્થિત ઘરે સિક્યોરિટી ગાર્ડનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સૂચના મળતાં જ તંત્રએ તેના ઘરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને આવવા-જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.