24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 915 કેસ નોંધાયા, 14 લોકોના મોત

બુધવાર, 15 જુલાઈ 2020 (12:42 IST)
રાજ્યમાં નવા નોઁધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 291, અમદાવાદમાં 167, વડોદરામાં 76, ભાવનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 25, રાજકોટમાં 24, બનાસકાંઠા, મહેસાણામાં 21-21, દાહોદમાં 19, જામનગરમાં 18, ખેડામાં 15, વલસાડમાં 14, આણંદ, નવસારીમાં 10-10, મહિસાગર, પાટણમાં 9-9, પંચમહાલ સાબરકાંઠામાં 8-8, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 7-7, મોરબીમાં 5, નર્મદામાં 4, છોટાઉદેપુરમાં 3, બોટાદ, પોરબંદર, અમરેલીમાં 2-2, અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.
 
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 3 , સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, સુરત 2, બનાસકાંઠા 1, ભાવનગર 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે.
 
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત 24 કલકમાં 749 લોકો સાજા થયા છે, જેથી રાજ્યમાં સંક્રમણ બાદ સાજા થનારાનો સંખ્યા વધીને 30555 થઇ ગઇ છે. તેમાં કહેવમાં આવ્યું છે કે રાજ્યમાં 11097 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 71 લોકોની હાલત નાજુક છે. અત્યાર સુધી કુલ 478,367 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના આંકડા આ પ્રકારે છે કુલ 43,723 કેસ, નવા કેસ 915, મૃતકોની સંખ્યા 2,071, સાજા થયેલા દર્દી 30,555, જ્યારે 4,78,367 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર