દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 29,429 કોરોના સંક્રમિત મળ્યા છે અને આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 9,36,181 થઈ ગઈ. જેમા 3,19,840 મામલા સક્રિય છે. આ દરમિયાન 582 લોકોના મોત થઈ ગયા અને મૃતકોની સંખ્યા વધીને 24,309 થઈ ગઈ છે. અત્યાર સુધી 5,92,032 દર્દી કોરોનાને હરાવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં, બેંગલુરુ અને પુના સહિતના અનેક શહેરોના અધિકારીઓ જુદા જુદા સમયગાળા માટે લોકડાઉન ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે શનિ અને રવિવારે સપ્તાહના અંતે રાજ્યમાં કડક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ કર્ણાટક અને તમિલનાડુએ રવિવારે લોકડાઉન કર્યું છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,67,665 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,47,324, દિલ્હીમાં 1,15,346, કર્ણાટકમાં 44,077, ગુજરાતમાં 43,637 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાથી ઠીક થવાનો સરેરાશ રિકવરી રેટ 63 ટકા છે. 20 રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. ગુજરાતમાં 70 ટકા, ઓડિશામાં 67 ટકા, આસામમાં 65 ટકા, તમિલનાડુમાં 65 ટકા, ઉત્તરપ્રદેશમાં 64 ટકા રિકવરી રેટ છે.