બનાવવાની રીત- દોઢ કપ આખા કાજૂ લઈને એને મિક્સીમાં વાટીને તેનો પાવડર બનાવી લો . એક મોટા વાસણમાં પાણી ભરી ગૈસ પર મુકો. પછી તેના પર એક કઢાઈ મુકી તેમાં માવો નાખો. આવું કરવાથી માવો બળશે નહી. હવે એમાં કાજૂ પાઉડર અને વાટેલી ખાંડ નાખો.જ્યારે આ સામગ્રી ગરમ થઈ જાય તો એમાં ઈલાયચી પાઉડર નાખી અને કાર્ન સ્ટાર્ચ નાખી હલાવો.હવે એક ચમચી ઘી નાખી મિશ્રણને 10 મિનિટ સુધી મિક્સ કરો. આ મિશ્રણને એક વાડકામાં કાઢી લો. હવે એમાં એક ચમચી દૂધ મિક્સ કરી એને લોટ જેવું કરી લો. મોદકનું મિશ્ર્ણ કઠણ હોવું જોઈએ. હવે લોટને હાથમાં લઈ મોદકનો આકાર આપો. હવે તમારા મોદક તૈયાર છે. એને 15 મિનિટ ઠંડા થવા દો. કાજૂના મોદક તૈયાર છે. આ ત્રણ દિવસમાં ખાઈ લેવા જોઈએ અને વધુ દિવસ રાખવા હોય તો તેને ફ્રિજમાં મૂકો.