પનીર બ્રેડ રોલ કેવી રીતે બનાવાય

શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (17:24 IST)
પનીર બ્રેડ રોલ એક અનોખી રેસીપી છે. બ્રેડનો ક્રિસ્પી સ્વાદ અને પનીરની સોફ્ટ્નેસ. આ બંને વસ્તુ મળીને તેને સ્પેશ્યલ અને લાજવાબ બનાવે છે.  તેમા ચટણીનું ખૂબ વધુ મહત્વ છે. 
આજકાલના વ્યસ્ત લાઈફમાં દરેકને ઉતાવળ હોય છે. તેથી તેઓ જલ્દી બની જાય તેવી રેસીપી ઈચ્છે છે. તો આ રેસીપી એ લોકો માટે જ છે.  તેને બનાવવી ખૂબ જ સહેલી છે. અને આ ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે.  તો ચાલો જોઈએ કેવી રીતે બને ક હ્હે અને તેને બનાવવા માટે આપણને કંઈ કંઈ વસ્તુઓની જરૂર પડશે. 
 
સામગ્રી - બ્રેડ - 6 પીસ 
કોટેઝ પનીર  - 1 કપ 
આદુ-લસણ પેસ્ટ - 1 ચમ્ચી 
કાશ્મીરી લાલ મરચાનો પાવડર - 2 ચમચી 
જીરા પાવડર - 1/4 ચમચી 
ગરમ મસાલો - 1/4 કપ 
ટોમેટો સોસ - 2 ચમચી 
આમચૂર પાવડર - 1/4 ચમચી 
લીલા ધાણા - અડધો કપ 
મીઠુ - 1/4 ચમચી 
લીલી ચટણી - 4 ચમચી 
ઘી કે તેલ - 2-3 ચમચી 
 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા વાડકામાં ઝીણા સમારેલા ચીઝને નાખો. 
 
- ત્યારબાદ તેમા આદુ લસણનું પેસ્ટ, કાશ્મીરી મરચુ, જીરા પાવડર, ગરમ મસાલા, ટોમેટ સોસ, આમચૂર પાવડર, લીલા ધાણા અને મીઠુ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે પનીર ભરવા માટે તૈયાર છે 
- હવે બ્રેડ લો અને તેના કિનારાવાળા ભાગને કાપીને હટાવી દો 
- પછી તેને લાંબા અને પાતળા વણી લો 
- પછી તેના પર લીલી ચટણી પાથરી દો 
- પછી પનીરનુ મિક્સચર થોડુ લઈને તેને દબાવતા ફેલાવી દો. 
- પછી બ્રેડ પર મુકીને તેનો રોલ બનાવી લો. 
- હવે ગેસ પર પૈન મુકો અને તેમા સાધારણ તેલ લગાવીને બ્રેડના રોલને નાખી દો. 
- તેને મધ્યમ તાપ પર થોડી વાર થવા દો. પછી બ્રશ વડે બ્રેડ પર સાધારણ તેલ લગાવી દો. 
- પછી તેને પલટી નાખો અને ચારે બાજુથી સેકી લો. 
-  બ્રેડ રોલ બનીને તૈયાર છે તેને ગરમાગરમ ચટણી સાથે પીરસો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર