Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

બુધવાર, 2 એપ્રિલ 2025 (00:46 IST)
hanuman and devi

Hanuman Puja in Chaitra Navratri: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત થઈ ચુકી છે. આજે   ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસના તહેવારમા માતા દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.  બીજી બાજુ દેવીની ઉપાસનાથી જુદુ નવરાત્રિના આ પવિત્ર દિવસે હનુમાનજીની પૂજા પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં હનુમાનજીની પૂજા કેમ જરૂરી છે અને તેનુ શુ મહત્વ છે. 
 
ચૈત્ર નવરાત્રીમા હનુમાનજીની પૂજાનુ મહત્વ 
 
હનુમાનજીને બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા માનવામાં આવે છે. તે દેવી દુર્ગાના પરમ ભક્ત રહ્યા છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દેવી તેમને પોતાના પુત્ર સમાન માને છે. તેથી જો તમે નવરાત્રીમા દેવી ની સાધના સાથે 
હનુમાનજીની પણ પૂજા કરો છો તો તે તમારી સાધનાનુ બમણુ ફળ આપે છે.  હનુમાનજીની પૂજાથી માત્ર માનસિક અને શારીરિક શક્તિ જ નથી મળતી પણ દેવી દુર્ગાની વિશેશ કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
નવરાત્રિમા આ રીતે કરો હનુમાનજીની પૂજા 
 
- સવારે સ્નાન કરી પહેલા માતા દુર્ગાની પૂજા અર્ચના કરી માતાને ભોગ લગાવો. તેમના મંત્રનો જાપ કરી આરતી  કરો 
- ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. નવરાત્રિમાં પૂજા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો વધુ  ફળદાયી માનવામાં આવે છે.  
- હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારુ મન શુદ્ધ અને એકાગ્ર હોય 
- પાઠ કરતી વખતે માનસિક શાંતિ કાયમ રાખો અને કોઈપણ પ્રકારની દ્વિવિવિધાથી બચો.  
- હનુમાનજીના ગુણો પર ધ્યાન કેન્દ્રીત કરો અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવનાથી પાઠ કરો. 
- પાઠ કરતી વખતે દીવો અને અગરબત્તી પ્રગટાવવી શુભ હોય છે.  
- હનુમાનજીની પૂજા પછી દાન અને સેવા કરવાનુ પણ વિશેષ મહત્વ છે. તમે કોઈ ગરીબને ભોજન, વસ્ત્ર કે અન્ય   મદદ કરી શકો છો. 
- અંતમાં ૐ હં હનુમત નમ: મંત્રનો જાપ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર