Recipe- નાશ્તામાં બનાવો મજેદાર સોજી અને બટાકાના પકોડા

સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (15:05 IST)
પકોડા બનાવવાનો મન કોનું નહી કરે છે ગર્મગર્મ પકોડા ટોમેટો સૉસ, કોથમીરની ચટની સાથે ચાની વાત જ જુદી છે. 
 
સામગ્રી 
એક કપ સોજી 
એક નાની ચમચી અજમા 
એક કપ બટાટા 
એક કપ ડુંગળી 
એક નાની ચમચી લીલા મરચાં 
એક નાની ચમચી આદું 
એક નાની ચમચી લસણ 
એક મોટી ચમચી ચાટ મસાલા 
એક નાની ચમચી કાળી મરી પાઉડર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ જરૂર પ્રમાણે 
 
વિધિ- 
- સોજી-બટાટાના ભજીયા બનાવવા માટે પહેલા એક વાડકામાં સોજી અને દહીંને મિક્સ કરી 30 મિનિટ માટે મૂકી દો. 
- નક્કી સમય પછી બટાટા, અજમા, ડુંગળી, લીલા મરચાં, આદું, લસણ, ચાટ મસાલા, કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતાં જ ચમચીથી એક એક કરીને ભજીયા નાખો અને તળી લો. 
- બધા ભજીયાને બન્ને તરફથી સોનેરી તળીને તાપ બંદ કરી નાખો. તેને એક પ્લેટમાં કાઢી લો. 
- તૈયાર છે સોજી અને બટાકાના ભજીયા. ટોમેટો સૉસ કે લીલા ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર