પુણ્યતિથિ વિશેષ - ભારતના પ્રથમ સુપરસ્ટાર હતા રાજેશ ખન્ના

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (17:58 IST)
રાજેશ ખન્નાના હિન્દી સિનેમામાં આવ્યા પહેલા ભારતમાં ફિલ્મ કલાકારોને મોટા સિતારા સમજવામાં આવતા હતા. પણ રાજેશ ખન્નાના આગમને ભારતીય સિનેમાને પ્રથમ સુપરસ્ટાર આપ્યો જે દરેક રીતે મોટો ભવ્ય અને લોકોને દિવાના કરી દેનારો હતો. 
 
29 ડિસેમ્બર 1942ના રોજ અમૃતસરમાં જન્મેલા રાજેશ ખન્ના બાળપણમાં જ પોતાના માતા પિતા દ્વારા એક અન્ય દંપત્તિને દત્તક આપી દેવામા6 આવ્યા હતા. પોતાના અભ્યાસ પુરો કર્યા બાદ રાજેશ ખન્ના ફિલ્મોમાં પોતાનુ નસીબ અજમાવવા માટે મુંબઈ જતા રહ્યા. તેઓ બોલીવુડના એવા પહેલા સ્ટ્રગલર હતા જે એ સમયની સૌથી મોંઘી કાર એમજી સ્પ્રોર્ટ્સ કારામાં સ્ટ્રગલ કરતા ફરી રહ્યા હતા.  
 
રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ આખિરી ખત દ્વારા હિન્દી સિનેમામા ડેબ્યુ કર્યુ.  ત્યારબાદ તેણે અનેક ફિલ્મો કરી પણ તેમને ઓળખ ફિલ્મ આરાધના દ્વારા મળી. આરાધના પછી તેમણે પાછળ વળીને ન જોયુ. એક પછી એક સતત અનેક સુપર ડુપર હિટ ફિલ્મો આપતા ગયા રાજેશ ખન્ના અને હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના પ્રથમ સુપર સ્ટાર બની ગયા. યુવાન છોકરીઓ તેમને માટે જીવ આપવા પણ તૈયાર હતી. 
 
રાજેશ ખન્નાએ પોતાના ચાર દસકાના લાંબા અભિનય કેરિયરમાં છ ફિલ્મફેયર એવોર્ડ જીત્યા. તેમણે હિન્દી સિનેમામા પોતાના યોગદાન માટે વર્ષ 2008માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.  
 
વર્ષ 2012મા તેમને સ્વાસ્થ્ય સંબંધી જટિલ બીમારીની સારવાર માટે મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ડોક્ટરોના અથાક પ્રયાસ પણ દેશના આ પ્રથમ સુપરસ્ટારને ન બચાવી શક્યા અને 18 જુલાઈ 2012ના રોજ રાજેશ ખન્નાએ અંતિમ શ્વાસ લીધા.  
 
 
રાજેશ ખન્ના વિશે જાણવા જેવુ 

સંબંધિત સમાચાર

Next Article