સલમાન ખાન ફિટનેસ મંત્ર : રોજ 30 કિલોમીટર વોક

Webdunia
આજકાલ સલમાન ખાન પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે શરાબ પીવાનું અને ધૂમ્રપાન જ નથી છોડ્યું પણ આની સાથે તે ચાલવા પણ જાય છે...તે પણ ખાસ્સા લાંબા અંતર સુધી. 

ગત વર્ષે સલમાન ખાને ટ્રાઈજેમિનલ ન્યુરલજીયાની સારવાર કરાવી છે. આ બીમારીને કારણે તેના કપાળ, ગાલ અને જડબામાં ઈલેક્ટ્રિક શોક લાગે તેવો દુ:ખાવો થતો રહે છે. સલમાનને આ સમસ્યા તેના મગજમાં પણ થઈ રહી છે પણ તેનું ઓપરેશન કરવું જોખમી છે, તે કોમામાં જઈ શકે છે. આટલી તકલીફ છતાં 'દબંગ' સલમાન ખાને પોતાની સખત કસરતના રૂટિનને છોડ્યુ નથી.

સૂત્રએ જણાવ્યુ છે કે, "સલમાન ખાન ફિટ રહેવાના અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યો છે. જો તે પ્રાથમિક શેપમાં નહીં હોય તો તેની અસર તેના સામાન્ય સ્વાસ્થય પર પડી શકે છે."

સલમાન ખાને હવે સતારા સુધી ચાલતો જાય છે, જ્યા તે 'દબંગ 2'નું શૂટિંગ કરી રહ્યો છે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તે દરરોજ પંચગની (જ્યા તે રોકાયો છે)થી વાઈ (જ્યા શૂટિંગ ચાલી રહ્યું છે) સુધી ચાલતો જાય છે. આ રસ્તો 15 કિલોમિટર લાંબો હોવાથી દિવસના અંતે સલમાન ખાન 30 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપી છે."

સંબંધિત સમાચાર

Next Article